ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર
ભારતીય હવામાન વિભાગે વાવાઝોડા સંદર્ભે મહત્વપૂર્ણ માહિતી આપી છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું ઈશાન દિશા તરફ આગળ વધશે. એટલે કે વાવાઝોડું હવે સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જ્યાં રસ્તામાં અમદાવાદ આવે છે.
ગુજરાત માટે ગઈ રાત એટલે તોફાની રાત; વાવાઝોડાએ આ તાંડવ ખેલ્યું
જોકે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે આ વાવાઝોડું બપોરે એક વાગ્યા સુધી નબળું પડી જશે. આ વાવાઝોડું અત્યંત તોફાની કૅટેગરીથી નીચે આવી ગયું છે. એ મુજબ અત્યારે વાવાઝોડાએ જે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે એ હવે ક્રમશઃ ધીમે ધીમે નબળું પડતું જશે.
