Site icon

Cabinet : મંત્રીમંડળે મે, 2009થી નવેમ્બર, 2015નાં ગાળા માટે ખાતર (યુરિયા)ને સ્થાનિક ગેસનો પુરવઠો પૂરો પાડવા માર્કેટિંગ માર્જિનને મંજૂરી આપી

Cabinet : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 મે, 2009થી 17 નવેમ્બર, 2015 સુધીનાં ગાળા માટે ખાતર (યુરિયા) એકમોને સ્થાનિક ગેસનો પુરવઠો આપવા પર માર્કેટિંગ માર્જિન નક્કી કરવા માટે મંજૂરી આપી છે.

The Cabinet approved the marketing margin for supply of domestic gas to Fertilizer (Urea) for the period May, 2009 to November, 2015.

The Cabinet approved the marketing margin for supply of domestic gas to Fertilizer (Urea) for the period May, 2009 to November, 2015.

News Continuous Bureau | Mumbai 

Cabinet : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ( Narendra Modi’ ) અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 મે, 2009થી 17 નવેમ્બર, 2015 સુધીનાં ગાળા માટે ખાતર ( Fertilizer  ) (યુરિયા) એકમોને સ્થાનિક ગેસનો પુરવઠો ( domestic gas supply  ) આપવા પર માર્કેટિંગ માર્જિન નક્કી કરવા માટે મંજૂરી આપી છે. 

Join Our WhatsApp Community

આ મંજૂરી માળખાગત સુધારો છે. ગેસ માર્કેટિંગ કંપની દ્વારા ગેસના માર્કેટિંગ સાથે સંકળાયેલા વધારાના જોખમ અને ખર્ચને લેવા માટે ગેસની કિંમત ( Gas Price ) કરતા વધુ રકમ અને ગ્રાહકો પાસેથી માર્કેટિંગ માર્જિન લેવામાં આવે છે. સરકારે અગાઉ વર્ષ 2015માં યુરિયા અને એલપીજી ઉત્પાદકોને ( LPG manufacturers ) ઘરેલું ગેસના પુરવઠા પર માર્કેટિંગ માર્જિન નક્કી કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ.. 11 દિવસમાં આટલા કરોડનું દાન આવ્યું.. પ્રાણ પ્રતિષ્ઠા બાદ 25 લાખ ભક્તોએ મુલાકાત લીધી.

આ મંજૂરીથી વિવિધ ફર્ટિલાઇઝર (યુરિયા) એકમોને 01.05.2009થી 17.11.2015ના સમયગાળા દરમિયાન ખરીદવામાં આવેલા ઘરેલુ ગેસ પર તેમના દ્વારા ચૂકવવામાં આવતા માર્કેટિંગ માર્જિનના ઘટક માટે વધારાની મૂડી પ્રદાન કરવામાં આવશે, જે 18.11.2015થી ચુકવવામાં આવેલા દરો પર આધારિત છે.

આત્મનિર્ભર ભારતના સરકારના વિઝનને અનુરૂપ આ મંજૂરીથી ઉત્પાદકોને રોકાણ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. વધેલું રોકાણ ખાતરોમાં આત્મનિર્ભરતા તરફ દોરી જશે અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ભવિષ્યના રોકાણ માટે નિશ્ચિતતાનું તત્વ પ્રદાન કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Lucknow Assembly: લખનઉમાં SIR પ્રક્રિયા: ૯ વિધાનસભા બેઠકોની મતદાર યાદી સુધારણા શરૂ, ચૂંટણી પહેલા કઈ બેઠક પર કોનું વર્ચસ્વ વધશે?
Exit mobile version