17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીએ કોવિડના કારણે જીવ ગુમાવ્યો નથી.
કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 1.37% રહી
દેશમાં કુલ સક્રિય કેસમાંથી 81% દર્દીઓનું ભારણ 5 રાજ્યોમાં છે.
ભારતમાં કુલ સક્રિય કેસમાંથી 70% દર્દીઓ બે રાજ્યો એટલે કે, કેરળ અને મહારાષ્ટ્રમાં જ છે.
