ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
કેન્દ્ર સરકારે મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે.
સરકારના જણાવ્યા અનુસાર, હવે ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી બેઠકો પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી લેવામાં આવશે.
સરકારના આ નિર્ણયનો લાભ એવા ગરીબ વિદ્યાર્થીઓને મળશે જેઓ પૈસાના કારણે મેડિકલનો અભ્યાસ ચૂકી જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી મેડિકલ ફીને લઈને હોબાળો ચાલતો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓ સતત મેડિકલ કોલેજની ફી ઘટાડવાની માંગ કરી રહ્યા હતા.
