ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની બીજી સિરીઝ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે 4ઑગસ્ટથી રમાનારી પાંચ ટેસ્ટ મૅચની શ્રેણીથી શરૂ થવા જઈ રહી છે. WTCની શરૂઆત પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મેરિટના નિયમોમાં ફેરફાર કર્યા છે.
ICCના નવા નિયમો અનુસાર હવે દરેક ટીમને મૅચ જીત્યા બાદ 12 પૉઇન્ટ, મૅચ અનિર્ણિત રહે તો 4 પૉઇન્ટ અને મૅચ ટાઇ હોય તો 6 પૉઇન્ટ મળશે.2 મૅચની શ્રેણી માટે કુલ 24 પૉઇન્ટ, 3 મૅચની શ્રેણી માટે 36 પૉઇન્ટ, 4 મૅચની શ્રેણી માટે 48 પૉઇન્ટ અને 5 મૅચની સિરીઝ માટે કુલ 60 પૉઇન્ટ હશે. પહેલા દરેક શ્રેણી માટે 120 પૉઇન્ટ હતા, પછી એ બે મૅચની શ્રેણી હોય કે પાંચ મૅચની શ્રેણી હોય એનું મહત્ત્વ ન હતું.
મુંબઈ મહાનગરપાલિકા અમલમાં લાવશે આ પ્રોજેક્ટ; જાણો વિગત
નવા નિયમો અંગે વાત કરતાંICCના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જેફ એલારીડીસે મીડિયાને કહ્યું કે ICCએ પૉઇન્ટ્સ ડિવિઝન સિસ્ટમને સરળ બનાવવા માટે આ પગલું ભર્યું છે. અમને પૉઇન્ટ્સ ડિવિઝન સિસ્ટમ વિશે થોડા પ્રતિભાવ મળ્યા હતા અને એ પછી અમે દરેક મૅચ માટે પૉઇન્ટ સિસ્ટમ રજૂ કરવાનું નક્કી કર્યું હતું. નવા નિયમોથી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની દરેક મૅચ દરેક ટીમ માટે સમાન બનાવશે, એમ તેમણે ઉમેર્યું. તેમણે કહ્યું કે નવા નિયમો ફાઇનલ માટે બે ટીમોની પસંદગી સરળ બનાવશે.
આ વર્લ્ડ ટેસ્ટ સિરીઝમાં ICCના 12 ટેસ્ટ સભ્ય દેશોમાંથી 9 દેશોની ટીમ રમશે. જેમાં ભારત, ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યૂઝીલૅન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝનો સમાવેશ થાય છે.
