Site icon News Continuous Bureau | Mumbai

Indian Railways:મોદી કેબિનેટે રેલવે મંત્રાલયની આ ત્રણ પરિયોજનાઓને આપી મંજૂરી, જેનો કુલ અંદાજિત ખર્ચ છે અધધ રૂ. 6,456 કરોડ

Indian Railways:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ

The Modi Cabinet approved these three projects of the Ministry of Railways

The Modi Cabinet approved these three projects of the Ministry of Railways

News Continuous Bureau | Mumbai 

Indian Railways:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ રેલવે મંત્રાલયની 3 (ત્રણ) પરિયોજનાઓને મંજૂરી આપી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,456 કરોડ (અંદાજે) છે.

Join Our WhatsApp Channel

મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ સંપર્ક વિહોણા વિસ્તારોને જોડીને, હાલની લાઇન ક્ષમતા વધારીને અને પરિવહન નેટવર્કમાં વધારો કરીને લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરશે, જેના પરિણામે સપ્લાય ચેઇન સુવ્યવસ્થિત થશે અને આર્થિક વૃદ્ધિને વેગ મળશે.

નવી લાઇનની દરખાસ્તો સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગતિશીલતામાં સુધારો કરશે, જે ભારતીય રેલવે માટે કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં વધારો કરશે. આ મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તથી કામગીરી સરળ બનશે અને ગીચતામાં ઘટાડો થશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ વિવિધ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નવા ભારતનાં વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારનાં લોકોને વિસ્તૃત વિકાસનાં માધ્યમથી ‘સ્વચ્છ’ બનાવશે, જે તેમની રોજગારી/સ્વરોજગારીની તકો વધારશે.

આ સમાચાર પણ વાંચો: Vadodara:વડોદરા જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ ૩ કોલમ તથા NDRF- SDRFની વધુ ૧-૧ ટીમ ફાળવાઇ

આ પ્રોજેક્ટ્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સાતત્યપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ એમ ચાર રાજ્યોના 7 જિલ્લાઓને આવરી લેતી 3 (ત્રણ) યોજનાઓથી ભારતીય રેલવેનું વર્તમાન નેટવર્ક આશરે 300 કિલોમીટર વધશે.

આ યોજનાઓ સાથે 14 નવા સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, જે 2 (બે) મહત્વાકાંક્ષી જિલ્લાઓ (નુઆપાડા અને પૂર્વ સિંહભૂમ)ને કનેક્ટિવિટીમાં વધારો કરશે. નવી લાઇનનાં વિવિધ પ્રોજેક્ટથી આશરે 1,300 ગામડાઓ અને આશરે 11 લાખની વસતિને જોડાણ મળશે. મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટથી આશરે 1,300 ગામડાઓ અને આશરે 19 લાખ ની વસતિ વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો થશે.

આ સમાચાર પણ વાંચો: Sakhi Mandal:સરકારની મદદ, મહિલાઓની મહેનત… અદાણી ફાઉન્ડેશનના સહયોગથી વાંસવા ગામની હર્ષા સખી મંડળ બન્યું ‘લખપતિ દીદી’

કૃષિ પેદાશો, ખાતર, કોલસો, લોખંડની કાચી ધાતુ, સ્ટીલ, સિમેન્ટ, ચૂનાના પત્થર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટેના આ આવશ્યક માર્ગો છે. ક્ષમતા વધારવાનાં કાર્યોને પરિણામે 45 એમટીપીએ (મિલિયન ટન પ્રતિ વર્ષ)ની તીવ્રતાની વધારાની નૂર હેરફેર થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં લોજિસ્ટિક્સ ખર્ચને લઘુતમ કરવામાં, ઓઇલની આયાત (10 કરોડ લિટર) ઘટાડવામાં અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા (240 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદ કરશે, જે 9.7 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

West Bengal Election Result 2026| બંગાળમાં ‘કમળ’ ખીલતા દીદીના સૂર બદલાયા? ભાજપની જીત પર મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ
Castor Seed Market : એરંડામાં સ્ટોકિસ્ટોની લેવાલી અને અલનિનોના ભયથી તેજીનો મૂડ
West Bengal Election Results 2026। બંગાળમાં માત્ર એકબે નહીં પણ કુલ સાત ‘M’ ફેક્ટર, ભાજપ કે ટીએમસી કોના માટે ફાયદાકારક?
West Bengal Election Results 2026। ઝાડગ્રામમાં જંગ તેજ પીએમ મોદીની ‘ઝાલમુડી’ વાળી બેઠક પર મતના સમીકરણો બદલાયા, જાણો કોણ મારી રહ્યું છે બાજી
Exit mobile version