ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર
એર ઈન્ડિયાની 69 વર્ષ બાદ આજે ઘર વાપસી થઈ છે.
સરકાર એર ઈન્ડિયાનો સંપૂર્ણ હવાલો ટાટા ગ્રુપને આજથી સુપરત કરી દે એવી ધારણા છે.
આ ડીલની બાકીની ઔપચારિકતાઓ આગામી એક-બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
ટાટા ગ્રુપે મુંબઈથી સંચાલિત તેની ચાર ફ્લાઈટ્સમાં ‘વિશેષ ભોજન સેવા’ પૂરી પાડવાની છે.
જો કે, હાલ માટે, ગુરુવારથી જ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ટાટા જૂથના બેનર હેઠળ ઉડશે નહીં.
ટાટા ગ્રુપની પેટા-કંપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડે ગયા વર્ષની 8 ઓક્ટોબરે સ્પર્ધાત્મક હરાજી પ્રક્રિયા અંતર્ગત રૂ. 18,000 કરોડમાં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી.
