Site icon

SIMI: SIMI સંસ્થા ઉપર પ્રતિબંધ સંદર્ભે ટ્રિબ્યુનલ દ્વારા આ તારીખે થશે આગામી સુનાવણી

SIMI: SIMI(સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા) સંસ્થા ઉપર પ્રતિબંધ સંદર્ભે ટ્રિબ્યુનલ(નવી દિલ્હી) દ્વારા આગામી સુનાવણી તા.૯મી એપ્રિલે થશે. પ્રતિબંધ સામે રજૂઆત, વાંધા હોય તો દિલ્હી હાઈકોર્ટ સ્થિત ગેરકાનૂની પ્રવૃત્તિઓ(નિવારણ) ટ્રિબ્યુનલમાં કરી શકાશે

The next hearing by the Tribunal (New Delhi) regarding the ban on SIM I (Students Islamic Movement of India) organization will be held on 9th April.

The next hearing by the Tribunal (New Delhi) regarding the ban on SIM I (Students Islamic Movement of India) organization will be held on 9th April.

  News Continuous Bureau | Mumbai

SIMI : કેન્દ્ર સરકાર ( Central Government ) દ્વારા UA(P) એક્ટ હેઠળ SIMI(સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા) સંસ્થા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે બાબતે નિમાયેલ ટ્રિબ્યુનલ ( Tribunal ) દ્વારા ગત તા.૨૯ ફેબ્રુ.ના રોજ પ્રાથમિક સુનાવણી રાખવામાં આવી હતી. અને આગામી સુનાવણી તા.૯/૪/૨૦૨૪ ના રોજ કોર્ટ નં.૧૬, દિલ્હી હાઈકોર્ટ ( Delhi High Court ) , ન્યુ દિલ્હી ખાતે રાખવામાં આવી છે. સિમી સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિઓને આ સંદર્ભે જો કોઈ રજૂઆત, વાંધા/જવાબ એફિડેવિટ હોય તો ટ્રિબ્યુનલની સુનાવણીની આગામી તારીખ પહેલાં કોર્ટ રૂમ નંબર-૧૫, ગ્રાઉન્ડ ફ્લોર, ‘એ’ બ્લોક, દિલ્હી હાઈકોર્ટ, શેરશાહ રોડ, નવી દિલ્હી ( New Delhi ) ખાતે ફાઈલ કરવા/પહોંચાડવા જાહેર નોટીસ દ્વારા જણાવાયું છે. જો આ દસ્તાવેજો પ્રાદેશિક ભાષામાં હોય તો તેનો સાચો અંગ્રેજી અનુવાદ પણ જોડવા માટે રજિસ્ટ્રારશ્રી જિતેન્દ્ર પ્રતાપ સિંગ, ગેરકાનૂની પ્રવૃત્તિઓ(નિવારણ) ટ્રિબ્યુનલ, દિલ્હી હાઈકોર્ટ બિલ્ડિંગ, શેરશાહ રોડ, નવી દિલ્હીને મોકલવા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી, સુરત શહેરે જણાવ્યું છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Voting Awareness: મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ, જુદા જુદા બેનરો, પોસ્ટરો અને સુત્રોચ્ચાર દ્વારા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version