Site icon News Continuous Bureau | Mumbai

Rajya Sabha: પ્રધાનમંત્રીએ રાજ્યસભાનાં નિવૃત્ત થઈ રહેલા સભ્યોને વિદાય આપી

Rajya Sabha: ડૉ. મનમોહન સિંહ આપણા દેશની લોકશાહીની દરેક ચર્ચામાં સામેલ થશે. આ ગૃહ છ વર્ષની વૈવિધ્યસભર યુનિવર્સિટી છે, જે અનુભવોથી આકાર પામે છે.

The Prime Minister bid farewell to the retiring members of the Rajya Sabha

The Prime Minister bid farewell to the retiring members of the Rajya Sabha

News Continuous Bureau | Mumbai 

Rajya Sabha: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે રાજ્યસભાના નિવૃત્ત ( Retirement ) થઇ રહેલા સભ્યોને વિદાય આપી હતી. 

Join Our WhatsApp Channel

રાજ્યસભામાં આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકસભા દર પાંચ વર્ષ પછી બદલાય છે, ત્યારે રાજ્યસભાને દર બે વર્ષે નવી જીવનશક્તિ મળે છે. એ જ રીતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દ્વિવાર્ષિક વિદાય નવા સભ્યો માટે અમિટ યાદો અને અમૂલ્ય વારસો પણ છોડી જાય છે.

ડૉ. મનમોહન સિંહનાં ( Manmohan Singh ) પ્રદાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તેમનાં લાંબા કાર્યકાળને કારણે તેમણે ગૃહ અને રાષ્ટ્રને માર્ગદર્શન આપ્યું હતું, જેનાં પરિણામે તેઓ આપણાં દેશનાં લોકશાહીની દરેક ચર્ચામાં સામેલ થશે.” પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, તમામ સાંસદો આ પ્રકારનાં વિશિષ્ટ સભ્યોનાં આચરણમાંથી શીખવાનો પ્રયાસ કરે, કારણ કે તેઓ માર્ગદર્શક છે. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને ગૃહમાં મતદાન કરવા વ્હીલ ચેર પર આવીને કોઈ સભ્યની તેમની ફરજો પ્રત્યે સમર્પણનું પ્રેરક ઉદાહરણ હોવાનું યાદ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું માનું છું કે તેઓ લોકશાહીને તાકાત પ્રદાન કરવા આવ્યા છે.” પીએમ મોદીએ તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જે સભ્યો (  Rajya Sabha members ) વધારે જાહેર મંચ માટે રવાના થશે, તેમને રાજ્યસભામાં અનુભવનો મોટો લાભ મળશે. “આ છ વર્ષની વૈવિધ્યસભર યુનિવર્સિટી છે, જે અનુભવોથી આકાર પામે છે. અહીંથી જે કોઈ પણ વ્યક્તિ બહાર જાય છે તે સમૃદ્ધ બને છે અને રાષ્ટ્રનિર્માણના કાર્યને મજબૂત બનાવે છે.”

વર્તમાન ક્ષણના મહત્વને ચિહ્નિત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જે સભ્યો આજે વિદાય લઈ રહ્યા છે, તેમને જૂની અને નવી ઇમારત એમ બંનેમાં રહેવાની તક મળી છે તથા તેઓ અમૃત કાળ અને બંધારણનાં 75 વર્ષનાં સાક્ષી બની રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો :  America: ભારત અમેરિકા પર હવે ભરોસો નથી કરતું, તેને નબળું માને છેઃ નિક્કી હેલીનું મોટું નિવેદન..

કોવિડ રોગચાળાને યાદ કરીને જ્યારે અનિશ્ચિતતાઓ મોટી થઈ હતી, ત્યારે પ્રધાનમંત્રીએ ગૃહની કામગીરીમાં કોઈ પણ અવરોધ ન આવવા દેવા માટે સભ્યોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે સાંસદો દ્વારા તેમની જવાબદારીઓ અદા કરવા માટે ઉઠાવવામાં આવેલા મોટા જોખમોની નોંધ લીધી હતી. પીએમ મોદીએ તે સભ્યો માટે પણ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો જેમણે કોરોનાવાયરસથી પોતાનો જીવ ગુમાવ્યો હતો અને કહ્યું હતું કે ગૃહે તેને કૃતઘ્નાથી સ્વીકાર્યું હતું અને આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.

પ્રધાનમંત્રીએ વિપક્ષો ( Opposition ) દ્વારા પહેરવામાં આવતા કાળા વસ્ત્રોની એક ઘટનાને યાદ કરીને નોંધ્યું હતું કે, દેશ સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને આ ઘટનાને દેશની પ્રગતિની સફર માટે ‘કાલા ટીકા’ દ્વારા ખરાબ નજરથી બચવાના પ્રયાસ તરીકે જોઈ શકાય છે.

પ્રાચીન ગ્રંથોને ટાંકીને પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, જે લોકો સારી સંગત જાળવે છે, તેઓ સમાન ગુણો કેળવે છે અને જેઓ ખરાબ સંગાથથી ઘેરાયેલાં છે, તેઓ ખામીયુક્ત બની જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નદી વહે ત્યારે જ નદીનું પાણી પીવાલાયક રહે છે, અને દરિયાને મળતા જ તે ખારું થઈ જાય છે. આ જ વિશ્વાસ સાથે પ્રધાનમંત્રીએ પોતાનું સંબોધન પૂરું કર્યું હતું અને કહ્યું હતું કે, નિવૃત્ત થઈ રહેલા સભ્યોનો અનુભવ દરેકને સતત પ્રેરિત કરતો રહેશે. તેમણે અભિનંદન પાઠવ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Exit mobile version