Site icon

PM Narendra Modi: સંસદ સત્ર પહેલા પ્રધાનમંત્રીએ મીડિયાને સંબોધન કર્યું

PM Narendra Modi: ત્રીજી ટર્મની સરકાર દ્વારા બજેટ રજૂ કરવાને રાષ્ટ્ર દ્વારા એક ગૌરવપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે. આ બજેટ વર્તમાન સરકારના આગામી પાંચ વર્ષની દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં વિકાસશીલ ભારતના સ્વપ્ન માટે એક મજબૂત પાયો નાખશે. પાર્ટીના રાજકારણથી ઉપર ઉઠો અને સંસદના પ્રતિષ્ઠિત મંચનો ઉપયોગ કરીને રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધ થાવ. 2029 સુધી એકમાત્ર પ્રાથમિકતા દેશ, તેના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો હોવા જોઈએ. ચૂંટાયેલી સરકાર અને તેના પ્રધાનમંત્રી પર અંકુશ લગાડવાનું લોકશાહી પરંપરાઓમાં કોઈ સ્થાન નથી. પ્રથમ વખત ચુંટાયેલા સભ્યોને આગળ લાવીને તેમના વિચાર રજૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. આ ગૃહ રાજકીય પક્ષો માટે નથી, આ ગૃહ દેશ માટે છે. તે સાંસદોની સેવા કરવા માટે નથી પરંતુ ભારતના 140 કરોડ નાગરિકોની સેવા કરવા માટે છે

The Prime Minister Narendra Modi addressed the media before the Parliament session

The Prime Minister Narendra Modi addressed the media before the Parliament session

 News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બજેટ સત્રની શરૂઆત પહેલા મીડિયાને એક નિવેદન આપ્યું હતું. 

Join Our WhatsApp Community

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ એ બાબતના ગર્વ વ્યક્ત કર્યો હતો કે 60 વર્ષ પછી સતત ત્રીજા ટર્મ માટે કોઈ સરકાર આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ત્રીજી ટર્મની સરકાર દ્વારા બજેટને ( Budget 2024 ) પ્રસ્તુત કરવાને દેશ એક ગૌરવશાળી ઘટના તરીકે જુએ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, બજેટ અમૃત કાલનું સીમાચિહ્નરૂપ બજેટ છે અને સરકાર આ અવધિમાં આપવામાં આવેલી ગેરંટીને જમીન પર ઉતારવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું, “આ બજેટ વર્તમાન સરકારનાં આગામી પાંચ વર્ષની દિશા નક્કી કરશે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં સ્વપ્નનો મજબૂત પાયો નાખશે.”

તેમણે તે વાત પર  પ્રકાશ પાડ્યો કે છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 8 ટકાની વૃદ્ધિ સાથે ભારત મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ( Indian Economy ) સૌથી ઝડપથી વિકસતો દેશ છે. તેમણે જણાવ્યું કે, આજે સકારાત્મક દૃષ્ટિકોણ, રોકાણ અને કામગીરીને કારણે તકો ટોચ પર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે તમામ લડાઈઓ રાજકીય પક્ષો વચ્ચે થઈ રહી છે અને લોકસભાની ચૂંટણી સંપન્ન થયા પછી નાગરિકોએ સરકારને ચૂંટી છે. તેમણે તમામ સાંસદોને એકસાથે આવવા અને આગામી 5 વર્ષ સુધી દેશ માટે ખભેખભો મિલાવીને લડવાનો અનુરોધ કર્યો. તેમણે તમામ રાજકીય પક્ષોને તેમના સંગઠનોથી ઉપર ઉઠીને આગામી સાડા ચાર વર્ષ સુધી સંસદના ( Indian Parliament ) પ્રતિષ્ઠિત મંચનો ઉપયોગ કરીને રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધ થવા પણ અનુરોધ કર્યો. તેમણે કહ્યું, “જાન્યુઆરી 2029માં ચૂંટણીના યુદ્ધના મેદાનમાં જાઓ. ત્યાં સુધી દેશને, તેના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને જ પ્રાથમિકતા મળવી જોઈએ.” તેમણે વધુમાં કહ્યું કે, વર્ષ 2047માં વિકસિત ભારતનાં સ્વપ્નો અને સંકલ્પોને સાકાર કરવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં.

પ્રધાનમંત્રીએ તે વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે, કેટલાંક રાજકીય પક્ષોનાં નકારાત્મક અભિગમને કારણે ઘણાં સાંસદોને તેમનાં અભિપ્રાયો રજૂ કરવાની અને તેમનાં મતવિસ્તાર સાથે સંબંધિત મુદ્દાઓ રજૂ કરવાની કોઈ તક મળી શકી નથી. તેમણે તમામ પક્ષોને અપીલ કરી કે તેઓ તમામ સભ્યોને, ખાસ કરીને પ્રથમ વખતના સભ્યોને તેમના મંતવ્યો રજૂ કરવાની તકો આપે. શ્રી મોદીએ લોકોને ચૂંટાયેલી સરકાર અને સંસદમાં પ્રધાનમંત્રીના ભાષણને દબાવવાના પ્રયાસો અંગે યાદ અપાવ્યું. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક કહ્યું, “લોકશાહી પરંપરાઓમાં આને કોઈ સ્થાન નથી.”

આ સમાચાર પણ વાંચો  :  Sawan 2024: આજથી શ્રાવણ શરૂ થઈ ગયો છે, આજે પ્રથમ સોમવાર આ રીતે કરો શિવલિંગની પૂજા, મહાદેવ દરેક મનોકામના પૂર્ણ કરશે.. જાણો વિગતે..

પ્રધાનમંત્રીએ સાંસદોને યાદ અપાવ્યું હતું કે, દેશના લોકોએ રાજકીય પક્ષોના એજન્ડા નહીં પણ દેશની સેવા કરવાનો જનાદેશ આપ્યો છે. તેમણે ભાર આપતાં કહ્યું, “આ ગૃહ રાજકીય પક્ષો માટે નથી, આ ગૃહ દેશ માટે છે. તે સાંસદોની સેવા કરવા માટે નથી પરંતુ ભારતના 140 કરોડ નાગરિકોની સેવા કરવા માટે છે.” પોતાના સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તમામ સાંસદો સાર્થક ચર્ચાવિચારણામાં પોતાનું યોગદાન આપશે. તેમણે વધુમાં કહ્યું કે, દેશને સકારાત્મક વિચારોની જરૂર છે, જે તેને આગળ લઈ જાય. તેમણે ઉમેર્યું કે, “વિરોધ કરનારાઓના વિચારો ખરાબ નથી, પરંતુ તે નકારાત્મક વિચારો જ વિકાસને અવરોધે છે.” તેમણે વિશ્વાસ સાથે કહ્યું કે, લોકશાહીના આ મંદિરનો ઉપયોગ સામાન્ય નાગરિકોનાં સ્વપ્નો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version