News Continuous Bureau | Mumbai
Kargil Vijay Diwas: 26મી જુલાઈ 2024ના રોજ 25માં કારગિલ વિજય દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) સવારે 9:20 વાગ્યે કારગિલ યુદ્ધ સ્મારકની ( Kargil War Memorial ) મુલાકાત લેશે અને ફરજની લાઇનમાં સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુરોને શ્રદ્ધાંજલિ આપશે. પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ રીતે શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પ્રથમ વિસ્ફોટ પણ કરશે.
શિંકુન લા ટનલ પ્રોજેક્ટમાં ( Shinku La Tunnel Project ) 4.1 કિલોમીટર લાંબી ટ્વીન-ટ્યુબ ટનલનો ( twin-tube tunnel ) સમાવેશ થાય છે જેનું નિર્માણ નિમૂ-પદુમ-દારચા રોડ પર પર લગભગ 15,800 ફૂટની ઊંચાઈએ કરવામાં આવશે, કે જેથી લેહને તમામ વાતાવરણમાં કનેક્ટિવિટી પૂરી પાડી શકાય. એકવાર પૂર્ણ થયા પછી, તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે. શિંકુન લા ટનલ માત્ર આપણા સશસ્ત્ર દળો અને સાધનોની ઝડપી અને કાર્યક્ષમ હિલચાલને સુનિશ્ચિત કરશે નહીં પરંતુ લદ્દાખમાં આર્થિક અને સામાજિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Heavy rain : ભારે વરસાદને કારણે આ નદીના જળસ્તરમાં વધારો; કલ્યાણ-ડોમ્બિવલી પર પૂરનો ખતરો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
