News Continuous Bureau | Mumbai
Paris Olympics 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) મન કી બાત કાર્યક્રમમાં આગામી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય ટુકડીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ટોક્યોમાં ભારતીય રમતવીરોના ( Indian athletes ) તેમના સમર્પણ અને તૈયારીની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ ફરી એકવાર વૈશ્વિક મંચ પર ચમકવાની તેમની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું “ટોક્યો ઓલિમ્પિક પછી તરત જ, અમારા રમતવીરો પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓમાં પૂરા દિલથી વ્યસ્ત હતા. જો આપણે બધા ખેલાડીઓને સાથે લઈએ તો તે બધાએ લગભગ નવસો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આ બહુ મોટી સંખ્યા છે.”

The Prime Minister wished the Indian contingent for the Paris Olympics 2024
પ્રધાનમંત્રીએ દેશને કેટલીક એવી બાબતો વિશે માહિતી આપતાં, જે પ્રથમ વખત બનવા જઈ રહી છે, કહ્યું, “શૂટીંગમાં, આપણાં ખેલાડીઓની પ્રતિભા સામે આવી રહી છે. ટેબલ ટેનિસમાં પુરુષ અને મહિલા બંને ટીમો ક્વોલિફાય થઈ છે. આપણી શૂટર દીકરીઓ પણ ભારતીય શોટગન ટીમનો ભાગ છે. આ વખતે, આપણી ટીમના સભ્યો કુસ્તી અને ઘોડેસવારીમાં પણ તે શ્રેણીઓમાં સ્પર્ધા કરશે, જેમાં તેઓએ અગાઉ ક્યારેય ભાગ લીધો ન હતો. આના પરથી તમે સમજી શકો છો કે આ વખતે રમતગમતમાં એક અલગ જ સ્તરનો ઉત્સાહ જોવા મળશે.”
The Prime Minister wished the Indian contingent for the Paris Olympics 2024
ભારતના અગાઉના પ્રદર્શનને યાદ કરતા પ્રધાનમંત્રીએ ( PM Modi ) કહ્યું, “થોડા મહિના પહેલા અમે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આપણા ખેલાડીઓએ ચેસ અને બેડમિન્ટનમાં પણ શાનદાર નામના મેળવી છે.”
આ સમાચાર પણ વાંચો: New Criminal Laws: નવા ફોજદારી કાયદા હેઠળ દિલ્હીમાં શેરી વિક્રેતા સામે પ્રથમ FIR કેસ નોંધાયો.. જાણો વિગતે…
પ્રધાનમંત્રીએ વધુમાં પેરિસ ઓલિમ્પિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રાષ્ટ્રની સામૂહિક આશા વ્યક્ત કરી, દરેકને #Cheer4Bharat હેશટેગનો ઉપયોગ કરીને રમતવીરોને ( Athletes ) સમર્થન કરવાનો આગ્રહ કર્યો.
તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, આગામી દિવસોમાં તેઓ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહેલી ભારતીય ટીમને મળશે અને સમગ્ર રાષ્ટ્ર વતી તેમને પ્રોત્સાહિત કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.