Site icon

29 વર્ષે નરેદ્ર મોદીની પ્રતિજ્ઞા પુરી થશે. બે વાર વડાપ્રધાન બનવા છતાં મોદી કેમ અયોધ્યા નથી ગયાં!?? જાણો વિગતવાર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

30 જુલાઈ 2020

અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પીએમ મોદી 5 ઓગસ્ટે મંદિરનું શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મંદિરના આંદોલન બાદ ફરી એકવાર આખું અયોધ્યા ભગવા રંગે રંગાઈ રહ્યું છે. વડા પ્રધાન બન્યા બાદ પહેલીવાર નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચશે.. પરંતુ, તેની મુલાકાત પહેલા સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે.

આ ફોટો ખેંચનાર વ્યક્તિ એ દિવસને યાદ કરતા કહે છે કે, "મોદી એપ્રિલ 1991 માં ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે અયોધ્યા આવ્યા હતા અને વિવાદિત વિસ્તારની મુલાકાત લીધી હતી."  આગળ જણાવે છે કે "તેઓ અયોધ્યામાં તે સમયે એકમાત્ર ફોટોગ્રાફર હતા જે વીએચપી (વિશ્વ હિન્દુ પરિષદ) સાથે સંકળાયેલા હતા. એવુ કહેવાય છે કે, પત્રકારોને તે વખતે મોદીએ કહ્યુ હતુ કે, "હવે જ્યારે રામ મંદિર બનશે ત્યારે હું ફરી અયોધ્યા આવીશ." 

પીએમ મોદી વડાપ્રધાન તરીકે પોતાના પહેલા કાર્યકાળમાં પણ અયોધ્યા ગયા નહોતા. જેના પગલે એવી અટકળો લાગી રહી હતી કે, પીએમ મોદી મંદિર નિર્માણ થશે પછી જ અયોધ્યા જવા માંગે છે. ગમે તે હોય પણ અટકળો સાચી પડી છે અને પીએમ મોદી 29 વર્ષ બાદ અયોધ્યા જઈ રહ્યા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Exit mobile version