Site icon News Continuous Bureau | Mumbai

આગામી છથી આઠ મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર; જાણો વૈજ્ઞાનિકોનો મત અહીં…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

દેશમાં કોરોનાની બીજી લહેરથી લોકો ત્રાહિમામ્ થઈ ગયા છે, તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેર માટેના સમાચારોએ જોર પકડ્યું છે. ગણિતનો ઉપયોગ કરીને ફૉર્મ્યુલા મૉડલના આધારે વૈજ્ઞાનિકોએ એવી માહિતી આપી છે કે જો ભારતમાં રસીકરણ અભિયાન હજી વધુ તીવ્રતાથી કરવામાં નહિ આવે અને લોકો જો કોરોનાના જરૂરી નિયમોનું પાલન નહિ કરે તો ભારતમાં આગામી છથી આઠ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

IIT હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે એક મીડિયા હાઉસને કહ્યું છે કે જો ઍન્ટિબૉડીઝ પૂરી થઈ જાય તો રોગપ્રતિકાર ઓછી થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, રસીકરણ વધારવું જોઈએ અને કોવિડ-૧૯ના ઉપદ્રવને રોકવા માટે નિયમોનું પાલન કરવું જોઈએ. જો એમ ન થાય તો છથી આઠ મહિનામાં ત્રીજી લહેર આવે એવી શક્યતા છે.

કોરોના વાયરસે ભારત સહિત વિશ્વના ૧૮૦ દેશોને ભરડામાં લીધા છે. અત્યાર સુધીમાં કુલ ૧૬.૪૨ કરોડથી વધુ લોકો આ મહામારીનો શિકાર બન્યા છે, તો વાયરસથી ૩૪.૦૩ લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. ભારતનાં ઘણાં રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને લોકડાઉન જેવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે.

Congress Attacks Modi Govt Over UPI Charges ‘રાહત આપવાને બદલે ખિસ્સા પર તરાપ’ યુપીઆઈ ચાર્જ મુદ્દે ખડગેનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
NDA Rift On UCC યુસીસી મામલે એનડીએમાં મતભેદ સપાટી પર નીતિશ કુમારે જેડીયુના ટોચના નેતાઓ સાથે તાકીદની બેઠક યોજી
Ayodhya Ramkatha Museum Tender રામ મંદિર બાદ હવે રામકથા સંગ્રહાલયની વારી ૨૦ આધુનિક ગેલેરીઓ માટે ૧૦ ઓક્ટોબરથી ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે
Kite Flying Banned Near INS Shikra નૌકાદળ એર સ્ટેશન આસપાસ ૬૦ દિવસ પતંગ ઉડાડવા પર પ્રતિબંધ, નિયમભંગ પર કડક કાર્યવાહીની ચેતવણી
Exit mobile version