Site icon News Continuous Bureau | Mumbai

આરોગ્ય સેતુ એપનું સત્ય સામે આવ્યું.. દેશભરના 15 કરોડ વપરાશકારો ધરાવતી એપ માટે સરકારે આપ્યો આ જવાબ… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

29 ઓક્ટોબર 2020

આરોગ્ય સેતુ એપ અંગેના વિવાદ બાદ સરકારનો ખુલાસો બહાર આવ્યો છે. સરકારે માહિતી આપી હતી કે, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) દ્વારા ઉદ્યોગ અને શિક્ષણવિદ્યાના સ્વયંસેવકોના સહયોગથી આરોગ્ય સેતુ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય માહિતી આયોગે તાજેતરમાં જ આરોગ્ય સેતુ એપ્લિકેશન વિશેની માહિતી માટે રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર (એનઆઈસી) ના અધિકારીઓને ઠપકો આપ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય સૂચના કેન્દ્રની વેબસાઇટ પર, આરોગ્ય સેતુ એપનું નામ છે. પરંતુ તેના વિકાસ વિશે કોઈ માહિતી નથી.

આ પછી, સરકારે કહ્યું કે આરોગ્ય સેતુ એપ્લિકેશનને જાહેર-ખાનગી સહયોગથી રેકોર્ડ 21 દિવસમાં પારદર્શક રીતે વિકસાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, આરોગ્ય સેતુ એપ્લિકેશન પર શંકા ન કરવી જોઈએ. આરોગ્ય સેતુ એપ્લિકેશનની મદદથી, કોવિડ -19 સામે લડવામાં ઘણી મદદ મળી છે. 

@ 'આરોગ્ય સેતુ એપ' એટલે શું?

અત્રે જણાવી દઈએ કે, કોવિડ -19 ના દર્દીઓના સંપર્કમાં આવતાં લોકોના ટ્રેસિંગને શોધવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આરોગ્ય સેતુ એપ્લિકેશનનું મહત્વ એ હકીકત પરથી લગાવી શકાય છે કે હવાઈ મુસાફરીથી લઈ મેટ્રો અને ટ્રેનોની મુસાફરી કરતા પહેલા તેને ડાઉનલોડ કરવું ફરજિયાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને વારંવાર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અપીલ કરી છે..

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version