ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહે મોટી જાહેરાત કરી છે એ મુજબ પંજાબના જે ગામમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થશે એ ગામને દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
પંજાબે પોતાના રાજ્યમાં 100% વેક્સિનેશનનો ટાર્ગેટ નક્કી કર્યો છે.
અત્યારે પંજાબમાં ૭૪,૦૦૦ સક્રિય કેસ છે અને રાજ્ય વહેલામાં વહેલી તકે આ સમસ્યામાંથી બહાર નીકળવા માગે છે.