Site icon

ભારતીય અર્થવ્યવસ્થાને આર્થીક પેકેજનો આજે ત્રીજો ડોઝ મળ્યો, વિત્ત મંત્રી નિર્મલા સીતારામને આજે જે જાહેરાતો કરી તે નીચે મુજબ છે….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

15 મે 2020

પ્રધાનમંત્રીના 20 લાખ કરોડના રાહત પેકેજમાંથી આજે ચાર લોકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે આજે 3જા દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સમાં ખેતી, પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી ઉદ્યોગ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.

@ શેરડીના ઉત્પાદનમાં ભારત બીજા નંબર પર છે 

નાના અને મધ્યમ ખેડૂતો પાસે 85 ટકા ખેતી 

74300 કરોડના પાકની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે.

@ છેલ્લાં 2 મહિનામાં 18700 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા નાખવામાં આવ્યા.

@ 2 કરોડ ખેડૂતોને વ્યાજમાં અપાઈ સબસીડી.

કિસાન ક્રેડિટકાર્ડ માટે રૂ.2 લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે.

@ લાખ કરોડ કૃષિ ચેઈન માટે ફાળવાશે, જેમાં

માઈક્રો ફ્રુડ યુનિટ માટે 10 હજાર કરોડની જાહેરાત કરી.

@ મત્સ્યપાલન કરનાર ખેડૂતો પર વિશેષ ધ્યાન આપ્યું, 

242 નવી ઝીંગા હેચરીને અપાઈ મંજૂરી. 

@ જૂની તમામ હેચરીને 3 મહિના માટે રાહત અપાઈ

મત્સ્ય પાલન માટે 11 હજાર કરોડ ફળવાયાં.

@ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે 20 હજાર કરોડ, 

ફિશિંગ પાર્લર, માર્કેટિંગ, કોલ્ડ સ્ટોરેજ જેવી માળખાકીય સુવિધા માટે બીજા 9000 કરોડ, આ દ્વારા 55 લાખ લોકોને રોજગારી મળશે.

@ લોકડાઉનમાં ડેરી ઉદ્યોગને મોટી મુશ્કેલી પડી 

લોકડાઉનમાં દૂધની ખપત માત્ર 20 થી 25 ટકા થઈ

@ MSP માટે 17 હજાર 300 કરોડ અપાયા

@ 13343 કરોડની યોજનામાં 100% ગાય ભેંસો બકરીઓને રસીકરણ કરવામાં આવશે. 1.5 કરોડ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. હજુ 53 કરોડ પશુઓનું રસીકરણ કરવાની યોજના બનાવી છે.

@ ડેરી સેક્ટર માટે 15 હજાર કરોડની જાહેરાત 

જેમાં 13 હજાર કરોડથી વધુનો ખર્ચ રસીકરણ માટે થશે.

દૂધની વિવિધ બનાવટ માટે પ્લાન્ટ સ્થાપવાનું આયોજન

@ તમામ શાકભાજી અને ફળના સપ્લાય માટે જાહેરાત.

ટ્રાન્સપોર્ટશનમાં 50 ટકાની સબસીડી આપવામાં આવશે 

@ ટોપ ટુ ટોટલ યોજના માટે 500 કરોડની જાહેરાત

@ મધ ઉત્પાદન અને એક્સપોર્ટ વધારવા માટે જાહેરાત,

મધમાખી ઉછેર માટે 500 કરોડની ફાળવણી 

@ ૨ લાખ મધ ઉત્પાદકોને ફાયદો થશે 

ઓર્ગેનિક મીણની આયાતથી ભારતને મળશે મુકિત

@ Essential Commodities Act -આવશ્યક ચીજવસ્તુ કાનૂન માં કર્યો ફેરફાર.1955 માં દુકાળને પગલે આ એક્ટ પસાર કર્યો હતો. 

@ અત્યારે ખેડૂતોને સારા ભાવ મળી રહે અને ખેતી સ્પર્ધાત્મક બની રહે તે માટે સ્ટોક લિમિટ કાઢી નાખવામાં આવી છે.

@ કટોકટીના સમય સિવાય કૃષિ ઉત્પાદનોને ડીરેગ્યુલેટ કરી દેવાયા 

@ કેન્દ્રીય કાયદા દ્વારા હવે ખેડૂતને ઉત્પાદન વેચવા માટે વધુ વિકલ્પો મળશે. તેઓ આંતરરાજ્ય વ્યાપાર કરી શકશે. કૃષિ ઉત્પાદનોનું ઈ ટ્રેડિંગ થઇ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.

@ હર્બલ વાવેતરના પ્રોત્સાહન માટે રૂ. 4000 કરોડ ફાળવવામાં આવ્યા છે; આવતા 2 વર્ષમાં 10,00,000 હેક્ટર વિસ્તાર આવરી લેવામાં આવશે.

@ ટોમેટો, ડુંગળી અને બટાકા થી લઈ બધા ફળો અને શાકભાજી સુધી ઓપરેશન ગ્રીન્સ લંબાવાશે..

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version