ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
મધ્યપ્રદેશે આ વર્ષે જાન્યુઆરીના મધ્યાંતરથી લઈને ડિસેમ્બરમાં આજની તારીખ સુધીમાં નવ કરોડથી વધારે ડોઝ આપ્યા છે. રાજ્યમાં ૯,૪૯૫ સ્થળોએ રસીકરણનું કાર્ય જારી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોનાના નવા વેરિયન્ટ સાથે અમારુ અનુમાન કહે છે કે દેશમાં ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની ત્રીજી લહેર જાેવા મળશે, પણ આ લહેર કોરોનાની બીજી લહેર કરતાં હળવી હશે. આપણે ઓમિક્રોનની ગંભીરતા જાેઈ છે, પણ તે ડેલ્ટા વેરિયન્ટ જેટલો ગંભીર નહીં હોય. તેમણે જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સાઉથ આફ્રિકામાં હવે હોસ્પિટલાઇઝેશનના કેસોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો નથી. વાઇરસ અને હોસ્પિટલાઇઝેશન અંગેના નવા આંકડા પરથી વધારે સ્પષ્ટ ચિત્ર મળશે. તેમનું નિરીક્ષણ હતું કે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ ફેલાવવા દરમિયાન હળવા લોકડાઉનના લીધે તેને કાબૂમાં લાવી શકાયો હતો. તેના લીધે તેની પીક વેલ્યુમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થશે.ઓમિક્રોન સાથે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં ત્રાટકી શકે છે અને તેના પગલે કોરોનાના કેસોની દૈનિક સંખ્યા પ્રતિ દિન લાખથી દોઢ લાખ સુધી પહોંચી શકે છે, પરંતુ તેની અસર બીજી લહેર કરતાં હળવી હશે, એમ કોવિડ-૧૯ ટ્રેજેક્ટરીના મેથેમેટિસિયન પ્રોજેક્શન સાથે જાેડાયેલા આઇઆઇટીના વૈજ્ઞાનિક મહિન્દ્રા અગરવાલે જણાવ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશની ૫૦ ટકાથી વધારે પુખ્ત વસતીને રસીના બંને ડોઝ મળી ચૂક્યા છે. આ મહત્ત્વનું સીમાચિન્હ છે. પણ આ હાંસલ કર્યા પછી પણ આપણે ઢીલા પડવાનું નથી, કોરોના સામેની લડત જારી જ રાખવાની છે. સમગ્ર દેશમાં સોમવારે કોરોનાના કુલ ૮,૩૦૬ કેસ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે ભારતમાં કોરોનાના કેસોનો કુલ આંકડો ૩,૪૬,૪૧,૫૬૧ સુધી પહોંચ્યો છે. જ્યારે સક્રિય કેસોનો આંકડો ઘટીને ૯૮,૫૧૨ થયો છે, જે છેલ્લા ૫૫૨ દિવસનો નીચો આંકડો છે. બીજા ૨૧૧ના મોતના પગલે કોરોનાથી થયેલા મોતનો આંકડો ૪,૭૩,૫૩૭ પર પહોંચ્યો છે. સળંગ દસમાં દિવસે કોરોનાના દૈનિક કેસોની સંખ્યા દસ હજારથી નીચે નોંધાઈ હતી. તેની સાથે સળંગ ૧૬૨માં દિવસે દૈનિક કેસોની સંખ્યાનો આંકડો ૫૦ હજારથી નીચે છે.
