હવે ભારતમાં બનશે આ ત્રીજી વેક્સિન; આટલા સમયમાં મળશે ૧૦ કરોડ ડોઝ, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

દેશમાં પુરજોશમાં ચાલી રહેલું રસીકરણ અભિયાન રસીની અછતને કારણે હાલ ધીમું પડ્યું છે. એવામાં એક રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં હવે રશિયાની વેક્સિન સ્પુતનિક વી રસીનું ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને ભારતીય દવા કંપની પેનાસીઆ બાયોટેકે સોમવારે ભારતમાં સ્પુતનિક વી રસીનું ઉત્પાદન શરૂ કરવાની જાહેરાત કરી છે.

હિમાચલ પ્રદેશના બડ્ડી ખાતે પેનાસીઆ બાયોટેકમાં ઉત્પાદન બાદ રસીનો પ્રથમ બૅચ ગુણવત્તા નિયંત્રણ માટે રશિયાના ગમલૈયા સેન્ટરમાં મોકલવામાં આવશે. RDIF  અને પેનાસીઆ બાયોટેકે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે આ ઉનાળામાં રસીનું પૂર્ણઉત્પાદન શરૂ થવાની ધારણા છે. એપ્રિલમાં જાહેર કરાયા મુજબ RDIF અને પેનાસીઆ સ્પુતનિક વીના દરવર્ષે એક કરોડ ડોઝ તૈયાર કરવા સહમત થયા છે.

ઉલ્લેખનીય છે કે સ્પુતનિક વી રસીને ભારતમાં કટોકટી ઉપયોગની અધિકૃતતા પ્રક્રિયા હેઠળ ૧૨ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સ્વીકૃતિ આપવામાં આવી હતી અને રશિયન રસી સાથે કોરોના વાયરસ સામે રસીકરણ ૧૪ મેથી શરૂ થયું હતું.

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
PM Narendra Modi: વિશ્વભરમાં મોદી મેજિક! હવે ઇથોપિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, જાણો અત્યાર સુધી કેટલા દેશોએ PM ને સન્માનિત કર્યા
Exit mobile version