Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર: કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂરી, ત્રણ કૃષિ કાયદાને રદ કરવા માટે કેન્દ્રીય કેબિનેટે આપી લીલી ઝંડી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

બુધવાર.

વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવાની દિશામાં સરકારે પહેલું ડગલું ભરી દીધું છે. 

મોદી સરકારની આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.

આ બિલને 29 નવેમ્બરથી સંસદમાં શરુ થતા શિયાળુ સત્ર દરમિયાન મુકવામાં આવશે.

પીએમઓની ભલામણના આધારે કૃષિ મંત્રાલયે નવા ત્રણ કાયદા પાછા ખેંચવા માટેનુ બિલ તૈયાર કર્યુ છે.

જ્યારે આ બિલ સંસદમાં મુકાશે ત્યારે તેના પર ચર્ચા પણ થશે અ્ને તેના પર વોટિંગ પણ થશે.

બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિને મોકલવાશે અને રાષ્ટ્રપતિ તેના પર સહી કરશે .તે સાથે જ નવા ત્રણ કૃષિ કાયદા રદ થઈ જશે.

જોકે સરકારે હજી સુધી કેબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત નથી કરી પણ બપોરે ત્રણ વાગ્યે કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર આ બાબતે જાણકારી આપે તેવી શક્યતા છે.

ભારતીય સેનાને મળશે વિશ્વની સૌથી અદ્યતન AK 203 રાઇફલ, આ દેશ સાથે બહુ જલ્દી ફાઈનલ થશે ડીલ; જાણો વિગતે

Modi Govt Cabinet Chintan Baithak વિકસિત ભારતના એજન્ડા પર ચિંતન શિબિર; કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠક અંગે સામે આવ્યા મોટા સંકેત
ABVP Victory In DUSU Elections DUSU ચૂંટણીમાં ABVP નો ભવ્ય વિજય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બોલ્યા ‘આ યુવાનોનો અસલી અવાજ અને…’
Rahul Gandhi Attacks BJP ‘ભાજપ ચૂંટણી લડવા નથી માંગતી, પરંતુ…’ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
TMC Rejinagar Candidate UTurn પશ્ચિમ બંગાળમાં રાજકીય નાટક! મમતા કેમ્પના ઉમેદવારે ફેરવી તોળ્યું, રેજીનગરમાં પેટાચૂંટણીનો જંગ જામશે
Exit mobile version