Site icon

Multimedia Exhibition : 9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ની પાંચ દિવસીય મલ્ટિમિડીયા પ્રદર્શન નો આજે બીજો દિવસ

Multimedia Exhibition : 9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ માટે ભારત સરકારની જનસુખાકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ સરકારની મોટી સિદ્ધિ છે: બનાસકાંઠા સાંસદ શ્રી પરબતભાઇ પટેલ

Today is the second day of the five-day multimedia exhibition '9 Years - Service, Good Governance and Poor Welfare'.

Today is the second day of the five-day multimedia exhibition '9 Years - Service, Good Governance and Poor Welfare'.

News Continuous Bureau | Mumbai 

Multimedia Exhibition : કેન્દ્ર સરકારના “9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ની વિવિધ યોજનાઓની માહિતી આપતા પાંચ દિવસીય મલ્ટિમિડીયા પ્રદર્શનનું આયોજન ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, પાલનપુર(Palanpur) દ્વારા કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

સરકારની સિદ્ધિઓ અને સફળતા જન જન સુધી પહોંચડવા તેમજ સમાન્ય જનમાનસ ને યોજનાઓ નો લાભ  મળી રહે એ અર્થે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

જેમાં વિશ્વ વિખ્યાત ભાદરવી પૂનમ અંબાજીના(Ambaji) મહામેળા મેળામાં કેન્દ્ર સરકારના(Central Government) “9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી મળી રહે તેમજ વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનોમાં જનજાગૃતિ વધે એ માટે તા.27 થી 29 સપ્ટેમ્બર, ત્રણ દિવસ માટે મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ વિશેષ જન સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Asian Games 2023 : અનુરાગ સિંહ ઠાકુરે નવી દિલ્હીમાં 19મા એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓનું સન્માન કર્યું

કાર્યક્રમના બીજા દિવસે માનનીય બનાસકાંઠા સાંસદ શ્રી પરબતભાઇ પટેલે પ્રદર્શન ની મુલાકાત કરી હતી તેમજ કાર્યક્રમની આયોજનના સરાહના કરતા જણાવ્યું હતું કે ભારત સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીને અત્યારે મળી રહ્યો છે એ આવા જન જાગૃતિ કાર્યક્રમોનો પ્રભાવ કહી શકાય. આ ઉપરાત વિશેષ જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તેમજ સંકલિત બાળ વિકાસ અધિકારીની કચેરી દાંતા દ્વારા સ્વસ્થ કિશોરી હરિફાઈ તેમજ સ્વસ્થ આહાર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય કિશોરીઓ દ્વારા પોષણ સંવાદ તેમજ પૂર્ણા શક્તિ સાત પગલા પ્રવુતિનું આયોજન કરવામાં આવ્યું તેમજ કેન્દ્રિય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા સ્પર્ધાના વિજેતાઓ ને આમંત્રિત મહેમાનો શ્રી અમિત ગઢવી, નાયબ નિયામક, માહિતી કચેરી, બનાસકાંઠા, શ્રી નંદ કિશોરજી, ડી.આઇ.ઓ, બનાસકાંઠા તેમજ શ્રી રંજનબેન વ્યાસ , સી.ડી.પીઓ, દાંતા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા મુખ્ય પોસ્ટ ઓફિસ તરફથી શ્રી દીપક ભાઈ ચૌહાણ એ સુકન્યા સમૃદ્ધિ યોજના, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના, વરિષ્ઠ નાગરિક બચત યોજના, મહિલા સન્માન બચત યોજના તેમજ અન્ય પોસ્ટમાં ચાલતી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દિવસ દરમિયાન ચાલતા આ કાર્યક્રમ દરમિયાન હજારો લોકો એ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમજ પ્રચાર સાહિત્ય મેળવ્યું હતું. શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવારની ટીમ દ્વારા સ્વચ્છ ભારત, 9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત વિવિધ નાટ્ય પ્રસ્તુતિ કરી હતી.

કાર્યક્રમ થકી સરકારશ્રીની વિવિધ જનસુખકારી યોજનાઓનો માહિતી વધારેમાં વધારે દર્શનાર્થીઓ ને મળે એ માટે કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી શ્રી જે.ડી ચૌધરીએ ભારે જેહમત ઉઠાવી હતી, આ ઉપરાત બનાસકાંઠા પોસ્ટ ઓફિસ દ્વારા માહિતી સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ માં ઉપસ્થિત જનતા તેમજ મહેમાનો એ સ્વચ્છતાના શપથ લીધા હતા આ ઉપરાત કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિશેષ જન સંપર્ક કાર્યક્રમ સાથે આ મલ્ટીમીડિયા ફોટો પ્રદર્શન આવતીકાલ સુધી જાહેર જનતાને નિ:શુલ્ક જોવા મળશે. જેમાં ફોટો પ્રદર્શન સાથે સેલ્ફી પોઇન્ટ, વિવિધ સ્ટોલ, જનજાગૃતિ અભિયાન ફિલ્મો વગેરેનો લાભ મેળામાં આવતી જાહેર જનતાને મળી રહેશે.

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version