Site icon News Continuous Bureau | Mumbai

Odisha Hospital Fire: ઓડિશાની હોસ્પિટલમાં આગનો તાંડવ: SCB મેડિકલ કોલેજના ICUમાં 10 દર્દીઓના કરુણ મોત, 5ની હાલત ગંભીર

Odisha Hospital Fire કટકમાં મોડી રાત્રે સર્જાઈ દુર્ઘટના: ગૂંગળામણને કારણે દર્દીઓએ જીવ ગુમાવ્યા, મુખ્યમંત્રી મોહન માઝી દ્વારા મૃતકોના પરિજનોને ₹25-25 લાખની સહાય અને ન્યાયિક તપાસની જાહેરાત.

Tragedy at Odisha’s SCB Medical College 10 Patients Dead in ICU Fire; CM Announces ₹25 Lakh Compensation and Judicial Probe

Tragedy at Odisha’s SCB Medical College 10 Patients Dead in ICU Fire; CM Announces ₹25 Lakh Compensation and Judicial Probe

News Continuous Bureau | Mumbai

 ઓડિશાના કટક શહેરમાં આવેલી જાણીતી SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર ICUમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 10 દર્દીઓના કરુણ મોત નીપજ્યા છે. સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે જ્યારે હોસ્પિટલના પહેલા માળે ટ્રોમા કેર ઇમરજન્સી વિભાગમાં અચાનક આગ ફાટી નીકળી ત્યારે દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ICUમાં ગૂંગળામણને કારણે અને દર્દીઓને શિફ્ટ કરતી વખતે આ જાનહાનિ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.દુર્ઘટના સમયે ICUમાં અનેક ગંભીર દર્દીઓ દાખલ હતા. આગ લાગતાની સાથે જ હોસ્પિટલ સ્ટાફ અને ફાયર બ્રિગેડે બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ કાળા ધુમાડાને કારણે અનેક દર્દીઓની હાલત વધુ કફોડી બની હતી.

Join Our WhatsApp Channel

મુખ્યમંત્રીએ લીધી મુલાકાત, ન્યાયિક તપાસના આદેશ

આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને સમગ્ર મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈની બેદરકારી સામે આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા

મૃતકોના પરિજનોને ₹25 લાખની સહાયની જાહેરાત

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રી રાહત નિધિ (CMRF) માંથી દરેક મૃતકના પરિજનને ₹25 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત 5 દર્દીઓને તાત્કાલિક અન્ય સુરક્ષિત ICUમાં ખસેડીને શ્રેષ્ઠ સારવાર આપવા માટે આરોગ્ય વિભાગને નિર્દેશ આપ્યા છે. કટકના જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

સુરક્ષા માપદંડો પર ઉઠ્યા સવાલો

SCB મેડિકલ કોલેજ જેવી મોટી સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની દુર્ઘટના બનતા હવે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને સુરક્ષા માપદંડો પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે, પરંતુ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. હાલ હોસ્પિટલના અન્ય વિભાગોમાં સારવાર લેતા દર્દીઓને પણ તકેદારીના ભાગરૂપે સતર્ક રહેવા જણાવાયું છે.

 

India Reaction Mecca Drone Attack મક્કા નજીક ડ્રોન હુમલા પર ભારતની આકરી પ્રતિક્રિયા કહ્યું ‘વિશ્વભરના મુસ્લિમોની આસ્થા અને પવિત્રતા સાથે ચેડાં અસ્વીકાર્ય’
Social Media Design Changes High Court Notice શું હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X ની ડિઝાઈન બદલાશે? વ્યસન વધારતા ફીચર્સ મુદ્દે હાઈકોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ!
Rahul Gandhi PM Modi UPI Tax Demand રાહુલ ગાંધી આક્રમક સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ કેમ? યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પરના ટેક્સ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો!
India Pakistan Warship Collision Action અરબી સમુદ્રમાં સામસામે આવી ગયા બે કટ્ટર હરીફ જાણો સુરક્ષિત અંતરના નિયમોનો ભંગ કરી પાકિસ્તાને કેવી રીતે સર્જી ખતરનાક પરિસ્થિતિ
Exit mobile version