Site icon News Continuous Bureau | Mumbai

CDS બિપિન રાવતના હેલિકોપ્ટર સાથે શું થયું હતું? રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં આપી આ મહત્વપૂર્ણ જાણકારી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે લોકસભામાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના અંગેની જાણકારી આપી છે.

રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે જનરલ રાવત એક કાર્યક્રમને સંબોધવા માટે શેડ્યુલ વિઝિટ પર હતા.

તેમણે 11 વાગ્યે સુલુર એરબેઝથી ઉડાણ ભરી હતી. તેઓને 12:15 વાગ્યે વેલિંગ્ટનમાં લેન્ડ થવાનું હતું. પરંતુ 12:08 વાગ્યે કોન્ટેક્ટ ગુમાવી દીધો હતો.  

કેટલાક સ્થાનિક લોકોએ જંગલમાં હેલિકોપ્ટરને સળગતું જોયું હતું. ત્યારબાદ તેમણે સ્થાનિક પોલીસને જાણકારી આપી હતી.

એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે.  

આ ઉપરાંત, તપાસ ટીમ ગઈકાલે જ વેલિંગ્ટન પહોંચી હાઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે

લોકસભાએ તમિલનાડુમાં કુન્નુર પાસે લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય અધિકારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા બે મિનિટનું મૌન પાળ્યું હતું.

ઓમિક્રોનના ખતરા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડના ઉત્પાદનમાં કરશે  50%નો ઘટાડો, આ છે કારણ; જાણો વિગતે 

Ram Mandir Trust Women Members રામ મંદિર ટ્રસ્ટમાં પહેલીવાર મહિલા સભ્યનો સમાવેશ, જાણો કોણ છે નિર્મલા યાદવ જેમને મળી મોટી જવાબદારી
Abhinandan Varthaman Fly91 Pilot પાકિસ્તાની એફ16ને ધૂળ ચટાડનાર અભિનંદન વર્તમાનની નવી સફર ‘Fly91’ એરલાઇન્સ સાથે શરૂ કરી આકાશમાં નવી ઉડાન
Air Marshal Jitendra Mishra રામ મંદિર ટ્રસ્ટના નવા CEO કોણ છે રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા? જેમણે ‘ઓપરેશન સિંદૂર’માં આતંકીઓના ઉડાડી દીધા હતા પરખચ્ચા
Shakti Sharma Air Vice Marshal ભારતીય વાયુસેનામાં ઐતિહાસિક સિદ્ધિ શક્તિ શર્મા બન્યાં દેશના પ્રથમ મહિલા એર વાઇસ માર્શલ, સંભાળ્યો મહત્વનો હોદ્દો
Exit mobile version