Site icon News Continuous Bureau | Mumbai

એચ -1 બી વિઝા ધારકો ભલે પધારો. પરંતું, લોકડાઉન પહેલાંની શરતે કામ કરવું પડશે, જાણો શી શરત છે ડૉનાલ્ડ ટ્રમ્પની….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

Join Our WhatsApp Channel

13 ઓગસ્ટ 2020 

ટ્રમ્પ વહીવટીતંત્રએ એચ -1 બી વિઝા પ્રતિબંધોને સશર્ત હળવા કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે, એચ -1 બી વિઝા સાથે યુએસ પાછા ફરવા માંગતા લોકો સામે શરત મૂકી છે કે, "લોકડાઉન પહેલાં જે સ્થળે જે કામ કરી રહયા હતાં તે જ નોકરીમા પાછા ફરી કામ કરી શકશે." વિઝા પ્રતિબંધમાં છૂટછાટ મુજબ આ કામદારોના પોતાના જીવનસાથીને પણ યુનાઇટેડ સ્ટેટસ સાથે લાવી શકશે..

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જૂનના જાહેરનામામાં, એચ -1 બી સહિતની કેટલીક કી-ઇમિગ્રન્ટ વિઝા કેટેગરીમાં ફેરફાર કર્યા હતાં. જેમાં કામદારોના યુ.એસ.માં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે એવી દલીલ કરી હતી કે તેઓ કોરોના વાયરસ રોગચાળા દરમિયાન અમેરિકન નોકરીઓને ખાઈ જાય છે. જેથી સ્થાનિક નાગરિકો બેકારી નો ભોગ બની રહયાં છે.

એચ -1 બી વિઝા એ બિન-ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસની કંપનીઓને વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી કામદારોને રોજગાર કરવાની મંજૂરી આપે છે. જેમાં સૈદ્ધાંતિક અથવા તકનીકી કુશળતાની જરૂર હોય છે. ભારત અને ચીન જેવા દેશોમાંથી કંપનીઓ દર વર્ષે આવા કુશળ હજારો કર્મચારીઓની ભરતી કરે છે…

એમેઝોન અને ફેસબુક સહિત યુ.એસ.ની ટોચની કંપનીઓએ ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક વિદેશી કામદારોના પ્રવેશ પરના અસ્થાયી પ્રતિબંધને પડકાર આપતા કાયદાકીય અરજી કોર્ટમાં ફાઇલ કરી હતી.

સંક્ષિપ્તમાં, યુએસના મોટા વ્યવસાયિક સંગઠનો દ્વારા કેલિફોર્નિયામાં દાખલ કરવામાં આવેલા મુકદ્દમામાં કંપનીઓએ દલીલ કરી હતી કે "વિઝા પ્રતિબંધો અમેરિકન વ્યવસાયોને નુકસાન પહોંચાડી રહ્યું છે. H1B કામદારો નોકરી છોડીને જશે તો યુએસના પહેલાથી જ સંઘર્ષ કરી રહેલા અર્થતંત્રને વધુ નુકસાન પહોંચાડશે… છેવટે ડૉનાલ્ડ ટ્રમ્પે આઈ.ટી. કંપની ઓ સામે ઝુકવું પડ્યું છે. જેનો સીધો ફાયદો ભારતીયોને થશે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Shashi Tharoor Counters PM Modi પીએમ મોદીના ‘રોકેટ લોન્ચ’ કટાક્ષ પર શશિ થરૂરનો પલટવાર કહ્યું ‘રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ભાજ…!’
Ban On Single Use Medical Devices હોસ્પિટલોમાં ‘એક વાર વપરાયેલું સાધન ફરી વાપર્યું’ તો લાયસન્સ રદ! કેન્દ્ર સરકારે કેમ લીધો આ આકરો નિર્ણય? જાણો અસલી ખતરો
Delhi CAPF Deployment Extended દિલ્હીમાં કંઈક મોટું થવાના એંધાણ? ૨૭૩ કંપની પેરામિલિટ્રી ફોર્સિસની તૈનાતી આ તારીખ સુધી લંબાવાઈ…
PM Modi Attack On Rahul Gandhi ‘રાહુલ ગાંધી કોંગ્રેસનું ફેલ્ડ પ્રોડક્ટ’ પીએમ મોદીનો વિપક્ષ પર આકરો કટાક્ષ, કહ્યું ‘વિદેશ જઈને ભારતની છબી ખરડવાનું કામ કરે છે!’
Exit mobile version