ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
19 જુન 2020
ડોનાલ્ડ ટ્રમ્પે 2019 માં જાપાનમાં યોજાયેલ સમિટમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિંન પિંગને વિનંતી કરી હતી કે "અમેરિકાના મધ્ય પશ્ચિમ ના રાજ્યો ખેતીપ્રધાન છે. અહીં ખેડૂતોની વોટબેંક નિર્ણાયક સાબિત થાય છે. આથી જો ખેડૂતોનું ધાન્ય ઊંચા ભાવથી, ખૂબ મોટા જથ્થામાં ચીન ખરીદી લેશે તો વધુ રકમ મળવાથી અમેરિકાના ખેડૂતો ખુશ થઈને મને વોટ આપશે, અને જ્યારે હું ફરી અમેરિકાનો પ્રમુખ બનીશ ત્યારે ચીનને કૃષિ આયાતના ટેક્સમાં મોટી રાહત આપીશ, એવી સોદાબાજી ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ સાથે કરી હતી" એમ અમેરિકન પ્રમુખના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટનએ પોતાના પુસ્તકમાં લખ્યું છે.
બોલ્ટનનું આ પુસ્તક આગામી 30 મી જૂનના રોજ બજારમાં મુકવાનું છે. જેના પ્રિવ્યું અમેરિકા અને યુરોપના અખબારોમાં પ્રકાશિત થતાની સાથે જ ડૉનાલ્ડ ટ્રમ્પ ની આબરૂ ના ધજાગરા ઉડી ગયા છે. આ પ્રકરણે બોલ્ટને દાવો કર્યો છે કે તેઓ પોતે આ ઘટનાના સાક્ષી રહ્યા છે.
સામે ચીનના રાષ્ટ્રપતિ શી જિન પિંગે પણ પોતાની શરત મુકી હોવાનું કહેવાય છે.
આથી રોષે ભરાયેલા ટ્રમ્પે બોલ્ટના આ પુસ્તકના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતો એક કેસ અમેરિકાની કોર્ટમાં દાખલ કર્યો છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com