ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
કોરોનાની રસી મેળવવા માટે અનેક રાજ્યોએ આંતરરાષ્ટ્રીય ટેન્ડર બહાર પાડ્યું છે. આ રાજ્યો કેન્દ્ર સરકાર પાસેથી મળતી સપ્લાય ઉપર મદાર રાખવા માગતાં નથી. આ ઉપરાંત તેઓ પોતાના પૈસે વેક્સિન ખરીદીને રાજ્યની જનતાને સુરક્ષિત કરવા માગે છે.
આવી ઇચ્છા રાખવાવાળાં રાજ્યોને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની કંપની મેડોર્નાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતમાં કોરોનાની રસી તેઓ માત્ર અને માત્ર કેન્દ્ર સરકારને વેચશે. તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે તેઓ માત્ર ને માત્ર દેશની સરકાર સાથે જ સંપર્ક કરવા માગે છે. આ પહેલી આંતરરાષ્ટ્રીય વેક્સિન બનાવનાર કંપની છે, જેણે રાજ્યોને વેક્સિન આપવાથી ઇનકાર કરી દીધો છે. હવે જોવાનું એ રહે છે કે અન્ય કંપનીઓ કયો રસ્તો લે છે.
