Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં બારમા ધોરણના વિદ્યાર્થીઓએ પરિણામ માટે હજી રાહ જોવી પડશે?રાજ્યમાં સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે વિલંબની શક્યતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડના બારમા ધોરણના વિદ્યાર્થીઓએ પરિણામ માટે થોડી રાહ જોવી પડશે, એવા સંકેત મળ્યા છે. પરિણામ ૩૧ જુલાઈ, ૨૦૨૧ને બદલે ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં જાહેર થશે, એવી માહિતી બોર્ડના ખાનગી સૂત્રોએ એક મીડિયા હાઉસને આપી હતી. જોકેસર્વોચ્ચ ન્યાયાલયે રાજ્ય બોર્ડને બારમા ધોરણનું પરિણામ ૩૧ જુલાઈ પહેલાં જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.

રાજ્યમાં કોકણ સહિત બીજા કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ થતાં ઉપરાંત શિક્ષકોને કામ પૂરું કરવા માટે અપાયેલા મુદતવધારાને કારણે આ વિલંબ થઈ શકે છે. એને પગલે હવે પરિણામઑગસ્ટના પહેલા અઠવાડિયામાં જ જાહેર થશે એમ આ મીડિયા હાઉસના અહેવાલમાં જણાવાયું છે. રિઝલ્ટનું કામકાજ ૯૯%થી વધુ પૂરું થઈ ગયું છે. છતાં કયા કારણસર વિલંબ થશે એ બાબતે ગડમથલ છે.

મહારાષ્ટ્રમાં આવેલા મહાપુરની અસર ગણેશોત્સવ પર પડશે, મુંબઈમાં ગણેશમૂર્તિની કિંમતોમાં આ કારણોસર આટલા ટકાનો થયો વધારો ; જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે દસમા ધોરણના પરિણામને દિવસે વેબસાઇટ લાંબો સમય સુધી ખોડંગાતાં શિક્ષણ વિભાગની ફજેતી થઈ હતી. હવે આ વખતે આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એ માટે પહેલેથી સતર્ક છે અને પ્રત્યેક બાબતનો ફીડબૅક લેવાઈ રહ્યા છે. ઉપરાંત પર્યાય વ્યવસ્થા પણ તૈયાર રખાશે એમ એજ્યુકેશન કમિશનરે મીડિયાને જણાવ્યું હતું.

Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Congress Questions Ram Mandir CEO ‘ઓપરેશન સિંદુરમાં કોઈ સત્ય તો નથી છુપાયેલું?’, રામ મંદિર ટ્રસ્ટના CEO પર કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
Satyendar Jain Bail Delhi Jal Board Scam એસટીપી કૌભાંડ કેસમાં સત્યેન્દ્ર જૈનને મોટી કાનૂની રાહત, જામીન મળતા રાજકારણમાં ગરમાવો
Exit mobile version