ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
04 ફ્રેબ્રુઆરી 2021
પાટનગર દિલ્હી બોર્ડર પર છેલ્લા બે મહિના થી ચાલી રહેલા ખેડૂત આંદોલનને વાતાવરણ હવે ગરમાયું છે. રાજનીતિથી લઈને એન્ટરટેનમેન્ટ સુધીના તમામ ક્ષેત્રોમાં જાણીતી હસ્તીઓએ ખેડૂત આંદોલનને લઈને પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન વિદેશી હસ્તીઓએ પણ ખેડૂત આંદોલનને લઈને ટ્વિટ કર્યા હતા. દરમિયાન ભારતીય ક્રિકેટ જગતના અનેક દિગ્ગ્જ ખેલાડીઓએ મોડી રાતે અચાનક #IndiaTogether હેશટેગની સાથે ટ્વિટ કર્યા છે. ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધીના અનેક ક્રિકેટર્સે ટ્વિટ કરવાનું શરૂ કર્યું હતું.
જાણો ક્યાં ખેલાડીએ શું લખ્યું
ભારતીય ક્રિકેટ કૅપ્ટન વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ કૅપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘ખેડૂત આપણા દેશનું અભિન્ન અંગ છે અને મને વિશ્વાસ છે કે તમામ પક્ષો વચ્ચે સુખદ ઉકેલ આવશે. જેથી શાંતિ સ્થાપિત થઈ શકે અને બધા સાથે મળીને આગળ વધી શકે.’
ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુકલકર
પૂર્વ મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુકલકરે કહ્યું, ‘ભારતનું સંપ્રભુતા સાથે કોઈ સમજોતો કરવામાં આવશે નહીં. બહારના લોકો પ્રેક્ષકો હોઈ શકે પણ પ્રતિભાગી નહીં. ભારતીય નાગરિકો ભારતને સારી રીતે જાણે છે અને તેઓ જ ભારત માટે નિર્ણય કરશે. આવો આપણે એક રાષ્ટ્ર તરીકે એક થઈને ઉભા રહીએ.’
રાહુલ શર્મા
રાહુલ શર્માએ કહ્યું કે, ‘ભારત હંમેશાથી મજબૂત રહ્યું છે અને અમે સાથે ઊભા છીએ. મુશ્કેલીનો ઉકેલ કાઢવાની આ સમયે તાતી જરૂર છે. ભારતના વિકાસમાં ખેડૂતોની મુખ્ય ભૂમિકા છે અને મને વિશ્વાસ છે કે સાથે ઊભા રહીને આપણે ઉકેલ લાવી શકીશું.’
ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે
ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારત તેના આંતરિક મુદ્દાઓનું સૌમ્યતાથી નિરાકરણ લાવવા માટે સક્ષમ છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના ટ્વીટ પર લખ્યું કે, કોઈ પણ પ્રોહેગેંડા દેશની એકતાને તોડી શકશે નહીં. અમે એક થઈને પ્રગતિ તરફ આગળ વધીશું. કોઈ પણ પ્રચાર ભારતને ઉંચાઈએ પહોંચતા રોકી શકશે નહીં.
આ સિવાય ટીમ ઈન્ડિયાના તમામ સભ્યો સહિત ભારતીય સ્ટેટ ટીમના ઉપ કપ્તાન અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, સુરેશ રૈના સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરોએ ટ્વિટ કર્યા છે.