ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર મોટો આરોપ લગાવ્યો છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીઈઓ પરાગ અગ્રવાલને એક પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, આ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ટ્વિટર પર અનેક અકાઉન્ટમાં હવે નવા ફોલોઅર્સને જોડાવાની ફ્લો ઓછો થઈ રહ્યો છે.
રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2021માં તેમના અકાઉન્ટને થોડા દિવસ માટે બ્લોક કર્યા બાદ તેમના ફોલોઅર્સની સંખ્યા એક રીતે વધવાની બંધ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટમાં એક વિવાદાસ્પદ ટવિટ બદલ રાહુલ ગાંધીનું ટવીટર હેન્ડલ થોડો સમય માટે લોક કરાયું હતું.
