સોશિયલ મીડિયા કંપની ટ્વિટર ઈન્ડિયાના ફરિયાદી અધિકારી ધર્મેન્દ્ર ચતુરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.
આ ઉપરાંત ટ્વિટરે તેમનું નામ વેબસાઇટ પરથી હટાવી દીધું હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.
જોકે, ટ્વિટર દ્વારા આ મામલે હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
થોડા સપ્તાહ પહેલા ટ્વિટર ઈન્ડિયાએ નવા આઈટી નિયમોનું પાલન કરતા તેમની નિમણૂક કરી હતી.
ઉલ્લેખનીય છે કે 25મી મેથી લાગુ થયેલા નવા આઇ.ટી. નિયમો પ્રમાણે ટ્વિટર સહિતની સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સ કે કોઇ પીડિતને ફરિયાદ હોય તો તેના નિવારણ માટેે એક ફરિયાદ નિવારણ તંત્ર ગોઠવવાની સૂચના અપાઇ છે.