દુનિયાની ટોચની માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરને દિલ્હી હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે.
સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે આજે દિલ્હી હાઈકોર્ટમાં સ્વીકાર્યુ છે કે, અમે સરકારના નવા આઈટી નિયમોનુ પાલન કર્યુ નથી.
જેના જવાબમાં હાઈકોર્ટે આકરૂ વલણ અપનાવીને કહ્યુ છે કે, આ સંજોગોમાં અમે ટ્વિટરને કોઈ રક્ષણ આપી શકીએ તેમ નથી અને કેન્દ્ર સરકાર ટ્વિટર સામે કોઈ પણ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.
એડવોકેટ આચાર્ય દ્વારા દાખલ કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયાને લઇને જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં ટ્વિટર નિષ્ફળ રહ્યું છે.
સૂર્યમાં થયો જબરદસ્ત મોટો વિસ્ફોટ; પૃથ્વીના આ ભાગ પર થઈ અસર, જાણો વિગત
