Site icon

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર આતંકી હુમલો, હુમલામાં CRPF ના પાંચ જવાન ઘાયલ, બે જવાન શહીદ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રિય સુરક્ષા દળોના આતંકવાદ વિરુદ્ધ અભિયાનથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીની કમર તૂટી છે, પરંતુ અવાર-નવાર આતંકીઓ દ્વારા સુરક્ષા દળોની ટુકડીઓ પર ઘાતકી હુમલાનું પ્રમાણ પણ યથાવત છે. તાજેતરમાં જ શ્રીનગરમાં આતંકીઓએ CRPFની ટુકડી પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પૈકી બે જવાનો શહીદ થયા હતા. 

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર હાઈવે પર પુલવામા જિલ્લાના પેમ્પોરમાં કાંધીજલ બ્રિજ ખાતે રસ્તો ખુલ્લો રાખવાની સીઆરપીએફના જવાનોની ટુકડી ફરજ બજાવી રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કરી ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં પાંચ સીઆરપીએફના જવાનો ઘવાયા હતા. ઘવાયેલા સીઆરપીએફના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે આ હુમલા પછી બાયપાસ હાઇવેની બંધ કરી દેવાયો હતો અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Digital Fraud: ડિજિટલ ફ્રોડ પર AIની લગામ: 1 વર્ષમાં ₹36,014 કરોડના ફ્રોડ બાદ બેંકોએ અપનાવી નવી ટેક્નોલોજી
Election Commission: આજે જાહેરાત: ચૂંટણી પંચ દેશભરમાં ‘SIR’ અભિયાન શરૂ કરશે, જાણો શું છે આ યોજના?
Moradabad fire: મુરાદાબાદમાં ‘મોતની આગ’: ચાર સિલિન્ડર ફાટવાથી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, એક મહિલાનું મોત,આટલા લોકોનો બચાવ
Cyclone Montha : સમુદ્રમાં ‘મોંથા’ વાવાઝોડું સક્રિય: 100 KM/Hની ઝડપે પવન ફૂંકાશે, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ
Exit mobile version