Site icon News Continuous Bureau | Mumbai

કમાલ કહેવાય, ગામ દુનિયા જેના નામથી થથરે છે એ ED ઓફિસના બે કર્મચારીઓની ધરપકડ

મુંબઈ ED ઓફિસના બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ED તપાસના ગોપનીય દસ્તાવેજો લીક કરવાના સંદર્ભમાં EDએ આ કાર્યવાહી કરી છે. ગોપનીય દસ્તાવેજો આપવાના આરોપમાં પૂણે સ્થિત બિઝનેસમેન મુલચંદાનીની ધરપકડ કરવામાં આવી છે.

ED's 12-hour raid at the house of famous industrialists Parekh brothers, the main reason for the raid came to light...

ED's 12-hour raid at the house of famous industrialists Parekh brothers, the main reason for the raid came to light...

News Continuous Bureau | Mumbai

મળતી માહિતી મુજબ પુણેમાં સેવા વિકાસ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર અમર મુલચંદાની મની લોન્ડરિંગના આરોપી છે. ઈડી ઓફિસના બે કર્મચારીઓ અમર મુલચંદાનીના ડ્રાઈવરના સંપર્કમાં હતા. આ કર્મચારીઓએ ઓફિસની ગુપ્ત માહિતી મુલચંદાનીના ડ્રાઈવરને આપી હોવાનું બહાર આવ્યું છે. EDએ ઓફિસના બે કર્મચારીઓ અને મૂળચંદાનીના ડ્રાઈવરની ધરપકડ કરી છે.

દરમિયાન, છેલ્લા કેટલાક સમયથી EDએ રાજ્યની સાથે દેશના ઘણા મોટા નેતાઓ સામે કાર્યવાહી કરી છે. પરંતુ સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપો હંમેશા થાય છે. હાલમાં, બધાની નજર દેશમાં EDની કાર્યવાહી પર છે. જો કે, EDની ઓફિસમાં થયેલી કાર્યવાહી આશ્ચર્યજનક છે. EDએ હજુ સુધી આ સંબંધમાં કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : આજે ચૈત્ર નવરાત્રીનો ચોથો દિવસ.. આજના દિવસે કરવામાં આવે છે માતા કુષ્માંડાની પૂજા, જાણો પૂજા વિધિ, મુહૂર્ત અને મંત્ર

Tax Relief Jobs Salary Debate PM મોદીના નિવેદન પર રાહુલ ગાંધીનો વળતો પ્રહાર ટેક્સ રાહત છતાં પગાર અને રોજગાર મુદ્દે પૂછ્યા તીખા સવાલ
DGCA SpiceJet Notice DGCA ની સ્પાઈસજેટ સામે કડક કાર્યવાહી 50% થી વધુ ફ્લાઈટ્સ રદ થતા શોકોઝ નોટિસ જારી કરી; આટલા દિવસમાં ખુલાસો માંગ્યો
Pakistan Minister SCO Meeting ભારત આવેલા પાકિસ્તાની મંત્રીને તાજમહેલ જવાની મંજૂરી નહીં માત્ર SCO બેઠકમાં જ થઈ શકશે સામેલ
Mallikarjun Kharge Slams PM Modi ‘એવું લાગ્યું જાણે વડાપ્રધાન વિપક્ષના નેતા હોય’ FICCI સંબોધન પર મલ્લિકાર્જુન ખડગેના PM મોદી પર આકરા પ્રહારો
Exit mobile version