Site icon News Continuous Bureau | Mumbai

રહસ્યમય કેસ : કોરોના વેક્સિન ના અઢી લાખ ડોઝ સાથે લાવારિસ ટ્રક પકડાઈ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

મધ્યપ્રદેશના નરસિંહપુર માં એક વિચિત્ર બનાવ બન્યો છે. અહીં રસ્તાના કિનારે એક ટ્રક લાવારીસ હાલતમાં મળી હતી. ઘણા કલાકો સુધી ઉભા રહ્યા બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે તપાસ કરતાં ખબર પડી કે ટ્રકની અંદર કોરોના ની વેક્સિન છે. આ ટ્રકમાં કુલ અઢી લાખ કોરોના વેક્સિન ના ડોઝ મોજુદ છે જેની બજારકિંમત આઠ કરોડ રૂપિયા થાય છે.
પોલીસે ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટર ની શોધવાની ખૂબ કોશિશ કરી પરંતુ બેમાંથી કોઈ પણ વ્યક્તિ મળ્યા નથી. બીજી તરફ જ્યારે તેના ડ્રાઈવર નો નંબર કોઈ જગ્યાએથી ઉપલબ્ધ થયો ત્યારે તે મોબાઈલ ફોન ટ્રક થી દુર ઝાડીમાં લાવારીસ મળ્યો.
વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે ડ્રાઇવર અને કંડકટર ગાયબ થતાં પહેલા ટ્રકનું એર કન્ડિશન ચાલુ રાખીને ગયા જે ને કારણે ટ્રકમાં રહેલી વેક્સિન ખરાબ નથી થઈ.

Join Our WhatsApp Channel

સાવધાન : કોરોના ને કારણે આખા મુંબઈમાં સૌથી ખરાબ પરિસ્થિતિ બોરીવલી ની છે. સૌથી વધુ એક્ટિવ કેસ અહીં છે.

ટ્રકની અંદર  મોજુદ કોરોના વેક્સિન કોની હતી? અહીં કેમ છે? ક્યાં જતી હતી? તેની સવિસ્તર તપાસ ચાલુ છે.

Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
No Democracy In India ‘ભારતમાં હવે લોકશાહી બચી નથી, તેને ખતમ કરનાર ગદ્દાર’ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
CJP Protest Over 1500 Detained દિલ્હી પોલીસનું મહાએક્શન CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 1500 થી વધુ લોકોની અટકાયત, રાજધાની છાવણીમાં ફેરવાઈ
Election Results 2026 BJP Record Victory ‘મોદી મેજિક’ અને સંગઠનની તાકાત સામે વિપક્ષનો સંપૂર્ણ સફાયો; દિગ્ગજ નેતાઓ પોતાની બેઠકો પણ ન બચાવી શક્યા
Exit mobile version