Site icon

રહસ્યમય કેસ : કોરોના વેક્સિન ના અઢી લાખ ડોઝ સાથે લાવારિસ ટ્રક પકડાઈ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

મધ્યપ્રદેશના નરસિંહપુર માં એક વિચિત્ર બનાવ બન્યો છે. અહીં રસ્તાના કિનારે એક ટ્રક લાવારીસ હાલતમાં મળી હતી. ઘણા કલાકો સુધી ઉભા રહ્યા બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે તપાસ કરતાં ખબર પડી કે ટ્રકની અંદર કોરોના ની વેક્સિન છે. આ ટ્રકમાં કુલ અઢી લાખ કોરોના વેક્સિન ના ડોઝ મોજુદ છે જેની બજારકિંમત આઠ કરોડ રૂપિયા થાય છે.
પોલીસે ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટર ની શોધવાની ખૂબ કોશિશ કરી પરંતુ બેમાંથી કોઈ પણ વ્યક્તિ મળ્યા નથી. બીજી તરફ જ્યારે તેના ડ્રાઈવર નો નંબર કોઈ જગ્યાએથી ઉપલબ્ધ થયો ત્યારે તે મોબાઈલ ફોન ટ્રક થી દુર ઝાડીમાં લાવારીસ મળ્યો.
વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે ડ્રાઇવર અને કંડકટર ગાયબ થતાં પહેલા ટ્રકનું એર કન્ડિશન ચાલુ રાખીને ગયા જે ને કારણે ટ્રકમાં રહેલી વેક્સિન ખરાબ નથી થઈ.

Join Our WhatsApp Community

સાવધાન : કોરોના ને કારણે આખા મુંબઈમાં સૌથી ખરાબ પરિસ્થિતિ બોરીવલી ની છે. સૌથી વધુ એક્ટિવ કેસ અહીં છે.

ટ્રકની અંદર  મોજુદ કોરોના વેક્સિન કોની હતી? અહીં કેમ છે? ક્યાં જતી હતી? તેની સવિસ્તર તપાસ ચાલુ છે.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version