ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
30 જુન 2020
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના વાઘમા વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ અનેક પ્રવૃત્તિઓમાં શામેલ હતા. તેની હત્યા બાદ રાજ્યના ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે આ બંને આતંકવાદીઓ ત્રણ દિવસ પહેલા બિજબેહરામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાન અને 5 વર્ષના બાળકની હત્યામાં સામેલ હતા, જે આજે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનંતનાગના વાઘમા વિસ્તારમાં આતંકવાદીઓને છુપાવ્યા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આજે વહેલી સવારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળો આતંકીઓના ઠેકાણાની નજીક આવતાની સાથે જ આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જવાબી કાર્યવાહીમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. નોંધનીય છે કે આ પહેલા સોમવારે અનંતનાગના રાણીપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આમ આ મહિને સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 48 આતંકવાદીઓ માર્યા ગયા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com