Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

Join Our WhatsApp Channel

30 જુન 2020

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના વાઘમા વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ અનેક પ્રવૃત્તિઓમાં શામેલ હતા. તેની હત્યા બાદ રાજ્યના ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે આ બંને આતંકવાદીઓ ત્રણ દિવસ પહેલા બિજબેહરામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાન અને 5 વર્ષના બાળકની હત્યામાં સામેલ હતા, જે આજે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનંતનાગના વાઘમા વિસ્તારમાં આતંકવાદીઓને છુપાવ્યા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આજે ​​વહેલી સવારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળો આતંકીઓના ઠેકાણાની નજીક આવતાની સાથે જ આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જવાબી કાર્યવાહીમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. નોંધનીય છે કે આ પહેલા સોમવારે અનંતનાગના રાણીપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આમ આ મહિને સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 48 આતંકવાદીઓ માર્યા ગયા છે….   

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/31vhAn2

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com      

Airtel Prepaid Recharge Plan એરટેલનો સૌથી ધાંસુ પ્રીપેડ પ્લાન ₹399માં દરરોજ મળશે 2.5GB ડેટા, જાણો તમામ બેનિફિટ્સ અને વેલિડિટી
Rajya Sabha Billionaire MPs Analysis રાજ્યસભામાં અમીરોનો દબદબો, સાંસદોની સંપત્તિમાં તોતિંગ ઉછાળો, ૧૨ વર્ષમાં અબજોપતિ સભ્યો ૪ થી વધી ૩૧ થયા
Ashok Chakra to Smit Machhar કેપ્ટન સ્મિત માછરને ‘અશોક ચક્ર’ આપવાની માગ સાંસદ મિલિંદ દેવરાએ PM મોદીને લખ્યો પત્ર
Indian Forces Pakistani Infiltrators સરહદ પર ભારતીય સેનાBSFનું મોટું ઓપરેશન 2 પાકિસ્તાની ઘૂસણખોરોને કર્યા ઠાર, ઘૂસણખોરીનું મોટું ષડયંત્ર નિષ્ફળ
Exit mobile version