Site icon News Continuous Bureau | Mumbai

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈને તેમની આ વાતની ચૂકવવી પડશે કિંમત? રાજ્યસભામાં આવશે હક્કભંગની નોટિસ જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને રાજ્યસભાના સાંસદ રંજન ગોગાઈની મુશ્કેલી વધે એવી શકયતા છે. તેમણે રાજ્યસભા બાબતે કરેલા વક્તવ્ય પરથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ આક્રમક થઈ ગયા છે. રંજન ગોગાઈ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસે હક્ક ભંગની નોટિસ આપી છે.

થોડા દિવસ પહેલા ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈએ એક ન્યુઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં  ગોગાઈએ રાજ્યસભામાં હાજરી બાબતે વક્તવ્ય આપ્યું હતું. તેમનું આ વક્તવ્ય સંસદના વરિષ્ઠ સભાગૃહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારું હોવાનું તૃણમૂલ કોંગ્રેસે નોટિસમાં કહ્યું હતું. આ હક્ક ભંગની નોટિસમાં રંજન ગોગાઈએ આપેલા ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈએ મુલાકાતમાં કહ્યું હતું કે, “મને જયારે લાગે છે ત્યારે હું રાજ્યસભામાં જાઉ છું. મને જયારે લાગે છે કોઈ મહત્વના વિષય છે તેના પર બોલવું જોઈએ, ત્યારે હું સભાગૃહમાં હાજર રહું છે. હું નોમિનેટેડ સભ્ય છું. હું કોઈ પણ પક્ષના વ્હિપ સાથે બંધાયેલો નથી. તેથી જયારે રાજકીય પક્ષના સભ્યોને સભાગૃહમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવે છે તે મારે માટે ફરજિયાત હોતા નથી. હું મારી ઈચ્છા મુજબ જાઉં છું.”  

આ મુલાકાતમાં તેમણે સાંસદને મળતા ભથ્થાને લઈને વક્તવ્ય આપ્યું હતું કે “હું કોઈ લવાદનો અધ્યક્ષ, પ્રમુખ હો તો મને વધુ વેતન, સુવિધા અને ભથ્થા મળ્યા હોત. હું રાજ્યસભામાંથી  એક પણ પૈસો લેતો નથી.”

વડાપ્રધાન મોદીએ કર્યું કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, કહ્યું- કાશી તો અવિનાશી છે, અહીં એક જ સરકાર છે… 

અહીં ઉલ્લેખનીય છે કે માર્ચ 2020 બાદ સંસદમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને સાંસદ ગોગાઈની હાજરી 10 ટકા કરતા પણ ઓછી રહી છે.

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version