Site icon

Uber Viral Bill: જો જો ચોંકી ન જતા.. નોઈડાના એક વ્યક્તિએ 62 રૂપિયામાં બુક કરાવી રાઈડ, આવ્યું કરોડોનું બિલ. જુઓ વિડીયો

Uber Viral Bill: દિલ્હી-એનસીઆરમાં મુસાફરી કરવા માટે લોકો પોતાના વાહનો અથવા મેટ્રો સિવાય ઓલા અને ઉબેરનો પણ ઉપયોગ કરે છે. જો કોઈને નાનું અંતર કાપવું હોય તો જનતા પાસે ઓટો કે બાઇકનો વિકલ્પ પણ છે. પરંતુ વિચારો કે તમે ઓટો બુક કરાવી છે અને 50-200 રૂપિયાના બદલે તમને કરોડોનું બિલ આવે છે, તમારી પ્રતિક્રિયા કેવી હશે? જી હા, નોઈડામાં એક વ્યક્તિ સાથે આવું જ કંઈક થયું.

Uber Viral Bill After viral Rs 7 crore bill in Noida, Bengaluru Uber customer gets Rs 1 crore charge for 10-minute auto ride

Uber Viral Bill After viral Rs 7 crore bill in Noida, Bengaluru Uber customer gets Rs 1 crore charge for 10-minute auto ride

News Continuous Bureau | Mumbai 

 Uber Viral Bill:મોટાભાગના લોકો ક્યાંક ફરવા માટે ઓલા-ઉબેરનો ઉપયોગ કરીને તેમની રાઇડ બુક કરાવે છે. આજના ડીજીટલ યુગમાં લોકો સરળતાથી ઓનલાઈન ટેક્સી બુક કરાવી શકે છે અને યુઝર્સને અડધી રાતે પણ શ્રેષ્ઠ સુવિધાઓ મળે છે, પરંતુ વિચારો કે જો તમારી ઉબેર રાઈડ રૂ. 62 થી રૂ. 7.66 કરોડ થઈ જાય તો તમારું શું થશે? આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પરંતુ નોઈડાના એક વ્યક્તિ સાથે કંઈક આવું જ થયું, તેણે ઉબેરથી 62 રૂપિયામાં ઓટો રાઈડ બુક કરાવી હતી અને તેનું બિલ 7.66 કરોડ રૂપિયા આવ્યું હતું.

Join Our WhatsApp Community

7,66,83,762 કરોડનું બિલ આવ્યું

મીડિયા રિપોર્ટ મુજબ  દિલ્હીના એક યુવકે ગત શુક્રવારે ઉબેર ઇન્ડિયાથી ઓટો રાઇડ બુક કરાવી હતી. તેનું ભાડું લગભગ 62 રૂપિયા હતું. રાઈડ પછી, જ્યારે યુવક તેના લોકેશન પર પહોંચ્યો અને મોબાઈલ એપ પર તપાસ કરી તો તેણે આ નાની રાઈડ માટે 7,66,83,762 કરોડ રૂપિયાનું બિલ આવ્યું. આ સમય સુધી ડ્રાઈવરે રાઈડ કેન્સલ કરી ન હતી. આ ઘટના યુવકના મિત્રએ એક્સ પર શેર કરી હતી અને એક વીડિયો ક્લિપમાં બંને બિલ પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

યુવકના મિત્ર એ પોતાની પોસ્ટમાં કટાક્ષ કરતાં લખ્યું કે, ‘વહેલી સવારે ઉબેર ઈન્ડિયાએ દીપક ટેંગુરિયાને એટલા અમીર બનાવી દીધા કે તે ઉબેર ફ્રેન્ચાઈઝી લેવાનું વિચારી રહ્યો છે. વીડિયોમાં આશિષ કહેતો જોવા મળે છે, ‘ભાઈ, મંગળથી આવો છો કે’ દીપક કહે છે કે મેં આટલા શૂન્યની ગણતરી પણ ન કરી હોય.

આ સમાચાર પણ વાંચો : Zomato Delivery Boy : સપના અને મજબૂરી… ટ્રાફિક જામમાં UPSCની તૈયારી કરતો ઝોમેટો ડિલીવરી બોય; જુઓ વિડિયો.

વેઇટિંગ ચાર્જ લાદવામાં આવ્યો અને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું

ઉબેર ઈન્ડિયા દ્વારા દીપકને મોકલવામાં આવેલા રૂ. 7,66,83,762ના બિલમાં રાહ જોવાનો સમય અને અન્ય વિગતોનો પણ સમાવેશ થાય છે. બિલમાં ટ્રિપનું ભાડું 1,67,74,647 રૂપિયા વસૂલવામાં આવ્યું છે, જ્યારે વેઇટિંગ ટાઈમ એટલે કે રાહ જોવાનો સમય 5,99,09,189 રૂપિયા વસૂલવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે કંપનીએ ગ્રાહકને 75 રૂપિયાનું પ્રમોશનલ ડિસ્કાઉન્ટ આપીને ઉદારતા દર્શાવી છે.

તમને જણાવી દઈએ કે પોસ્ટ વાઈરલ થતા જ ઉબેર ઈન્ડિયા કસ્ટમર સપોર્ટના ઓફિશિયલ X પેજએ તરત જ માફી માંગી અને દાવો કર્યો કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. જેના કારણે કંપનીએ પાછળથી ખુલાસો પણ કર્યો છે.

 

PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Kishtwar Encounter: જમ્મુમાં ફરી સુરક્ષાબળોનો એક્શન મોડ! કિશ્તવાડમાં આતંકીઓ અને સેના વચ્ચે સામસામે ફાયરિંગ; ઘેરાયેલા આતંકીઓ પાસે મોટા પ્રમાણમાં હથિયારો હોવાની આશંકા
Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Exit mobile version