News Continuous Bureau | Mumbai
UGC NET Re Exam Date 2024 : UGC-NET પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા 18મી જૂને યોજાઈ હતી તેના એક દિવસ બાદ રદ ( Cancelled ) કરવામાં આવી હતી. હવે તેનું આયોજન 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શુક્રવારે (28 જૂન) ના રોજ જાહેરાત કરી. ડાર્કનેટ પર પેપર લીક થયા બાદ પરીક્ષા રદ થયાના એક સપ્તાહ બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
UGC NET Re Exam Date 2024 પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે
NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે UGC-NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) 2024ની નવી તારીખ જાહેર કરી છે. UGC નેટની પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. જોઈન્ટ CSIR- UGC NETની મુલતવી રાખવામાં આવેલી પરીક્ષા 25 થી 27 જુલાઈ દરમિયાન CBT મોડમાં લેવામાં આવશે. NTAની સત્તાવાર વેબસાઇટ પર નોટિસ જારી કરીને આ સંબંધમાં માહિતી આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Samruddhi Mahamarg : મુંબઈ-નાગપુર એક્સપ્રેસવે પર રોંગ સાઈડથી કાર ઘૂસી,આટલા લોકોનો લીધો ભોગ..
UGC NET Re Exam Date 2024 પરીક્ષા અંગે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી
જુલાઈમાં યોજાનાર યુજીસી નેટનું આ પેપર કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે જ્યારે 18 જૂને રદ થયેલ પેપર ઓફલાઈન મોડમાં હતું. ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP)માં પ્રવેશ માટેની નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (NCET) મોકૂફ રાખવામાં આવી હતી, આ ટેસ્ટ હવે માત્ર CBT મોડમાં 10 જુલાઈએ લેવામાં આવશે. સાથે પરીક્ષા અંગે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત માત્ર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
UGC NET Re Exam Date 2024 : શિક્ષણ મંત્રાલયે પરીક્ષા રદ કરી
મહત્વનું છે કે NETની પરીક્ષા 19 જૂન 2024 ના રોજ જ રદ કરવામાં આવી હતી. જે 18 જૂને દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી, પરંતુ પેપરના થોડા કલાકો બાદ શિક્ષણ મંત્રાલયે તેને રદ કરવાની જાહેરાત કરી હતી. તેની પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું હતું કે આ પરીક્ષાની પવિત્રતા સાથે કોઈ વ્યક્તિ દ્વારા ચેડા કરવામાં આવ્યા હતા જેના કારણે તેને રદ કરવામાં આવી હતી.
