Site icon

Co-operative Societies : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે દેશની તમામ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધા..

Co-operative Societies : દેશની તમામ પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)ની કમ્પ્યુટરાઇઝેશન યોજનાની જેમ જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાને 13 રાજ્યોની કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (એઆરડીબી)ના 1,851 એકમોના કમ્પ્યુટરાઇઝેશન માટે રાષ્ટ્રીય એકીકૃત સોફ્ટવેર અને કેન્દ્રીય રજિસ્ટ્રારની જેમ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ્સની ઓફિસોના કમ્પ્યુટરાઇઝેશન માટે મંજૂરી આપવામાં આવી છે.

Under the guidance of Union Home Minister Amit Shah, the Government of India took several steps to strengthen all the cooperative societies in the country

Under the guidance of Union Home Minister Amit Shah, the Government of India took several steps to strengthen all the cooperative societies in the country

News Continuous Bureau | Mumbai 

Co-operative Societies :

Join Our WhatsApp Community
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો તથા 13 રાજ્યોમાં કાર્યરત 1,851 કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (એઆરડીબી)ના રજિસ્ટ્રાર્સને કોમ્પ્યુટરાઇઝ્ડ અને સશક્ત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે 
  • દેશમાં તમામ પીએસીએસની કમ્પ્યુટરાઇઝેશન સ્કીમની જેમ 13 રાજ્યોના કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (એઆરડીબી)ના 1,851 એકમોનું રાષ્ટ્રીય યુનિફાઇડ સોફ્ટવેર મારફતે કમ્પ્યુટરકરણ કરવામાં આવશે
  • તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની કચેરીઓને પણ કેન્દ્રીય રજિસ્ટ્રારની જેમ કમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવશે
  • આ યોજના માટે સેન્ટ્રલ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ (પીએમયુ)ની સ્થાપના કરવામાં આવશે, જે યોજનાના સફળ અમલીકરણ માટે કામ કરશે, આ યોજના માટે કુલ અંદાજિત ખર્ચ રૂ. 225.09 કરોડ થશે
  • આ યોજનાના અમલીકરણથી લોકો રાજ્યોના સહકારી વિભાગો અને એઆરડીબીની કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ ઝડપથી એક્સેસ કરી શકશે, વધુમાં તે આ કચેરીઓની કામગીરીમાં પારદર્શિતા અને એકરૂપતા પણ લાવશે, જે તેમને વધુ કાર્યક્ષમ બનાવશે અને સમયની બચત કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના(PM Narendra Modi) નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના(Amit Shah) માર્ગદર્શન હેઠળ ભારત સરકારે(Government of India) દેશની તમામ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધાં છે. આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો તથા 13 રાજ્યોમાં કાર્યરત 1,851 કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (ARDBs)ના રજિસ્ટ્રારને કોમ્પ્યુટરાઇઝ્ડ અને સશક્ત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : Upcoming IPO: બજારમાં IPOની મચશે ધુમ, જંગી ધનલાભની તક, Tata Group, OYO સહિત આ 28 કંપનીઓનો આવી રહ્યો છે IPO!

દેશની તમામ પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)ની કમ્પ્યુટરાઇઝેશન યોજનાની જેમ જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાને 13 રાજ્યોની કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (એઆરડીબી)ના 1,851 એકમોના કમ્પ્યુટરાઇઝેશન માટે રાષ્ટ્રીય એકીકૃત સોફ્ટવેર અને કેન્દ્રીય રજિસ્ટ્રારની જેમ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ્સની ઓફિસોના કમ્પ્યુટરાઇઝેશન માટે મંજૂરી આપવામાં આવી છે.

આ યોજના માટે એક સેન્ટ્રલ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ (પીએમયુ)ની સ્થાપના કરવામાં આવશે, જે આ યોજનાના સફળ અમલીકરણ તરફ કામ કરશે. આ યોજના માટે કુલ અંદાજિત ખર્ચ રૂ. 225.09 કરોડ થશે.

આ યોજનાના અમલીકરણથી લોકોને રાજ્યોના સહકારી વિભાગો અને કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (એઆરડીબી)ની કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ ઝડપથી પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવશે એટલું જ નહીં, પરંતુ આ કચેરીઓની કામગીરીમાં પારદર્શિતા અને એકરૂપતા પણ લાવશે, જે તેમને વધુ કાર્યક્ષમ બનાવશે અને સમયની બચત કરશે.

 

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version