ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
5 જુન 2020
વિશ્વના પ્રખ્યાત અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને કોરોના થયો છે. આ ઘટના બાદ દાઉદના રક્ષકો અને અન્ય સ્ટાફને અલગ રાખવામાં આવ્યા છે. જ્યારે દાઉદની પત્ની મહેઝબીન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેને અને તેની પત્નીને કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ પણ પાકિસ્તાનના કરાચીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો કે પાકિસ્તાન દ્વારા આ વાતનો વારંવાર અસ્વીકાર કરવામાં કરવામાં આવ્યો છે.
ટોચના સુત્રોના જણાવ્યા અનુસાર આ સમાચાર સંપૂર્ણ રીતે સાચા છે અને દાઉદ અને તેની પત્નીને સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે દાઉદ ઇબ્રાહિમ લાંબા સમયથી પાકિસ્તાનમાં તેના પરિવાર સાથે છૂપાઇને રહે છે. ભારતે પણ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં હોવાના તમામ પુરાવા આપ્યા છે, તેમ છતાં પાકિસ્તાન આ વાત સ્વીકારવાથી ઇનકાર કરી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, તેના મકાનમાં કામ કરતા તમામ કર્મચારીઓને ક્વોરોન્ટિન કરવામાં આવ્યા છે.
