Site icon News Continuous Bureau | Mumbai

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને તેની પત્નીને થયો કોરોના : ઉચ્ચ સરકારી સૂત્રો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

5 જુન 2020

વિશ્વના પ્રખ્યાત અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને કોરોના થયો છે. આ ઘટના બાદ દાઉદના રક્ષકો અને અન્ય સ્ટાફને અલગ રાખવામાં આવ્યા છે. જ્યારે દાઉદની પત્ની મહેઝબીન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેને અને તેની પત્નીને કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ પણ પાકિસ્તાનના કરાચીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો કે પાકિસ્તાન દ્વારા આ વાતનો વારંવાર અસ્વીકાર કરવામાં કરવામાં આવ્યો છે. 

ટોચના સુત્રોના જણાવ્યા અનુસાર આ સમાચાર સંપૂર્ણ રીતે સાચા છે અને દાઉદ અને તેની પત્નીને સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

 જણાવી દઈએ કે દાઉદ ઇબ્રાહિમ લાંબા સમયથી પાકિસ્તાનમાં તેના પરિવાર સાથે છૂપાઇને રહે છે. ભારતે પણ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં હોવાના તમામ પુરાવા આપ્યા છે, તેમ છતાં પાકિસ્તાન આ વાત સ્વીકારવાથી ઇનકાર કરી રહ્યું છે.

 મળતી માહિતી મુજબ, તેના મકાનમાં કામ કરતા તમામ કર્મચારીઓને ક્વોરોન્ટિન કરવામાં આવ્યા છે.

CEC Gyanesh Kumar Security Tightened મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે પોલીસનો મોટો નિર્ણય વિપક્ષના ઉગ્ર પ્રદર્શનો વચ્ચે સુરક્ષા કવચ મજબૂત કરાયું
Woman Runs Barefoot In Saree ગરીબી અને મુશ્કેલીઓ પણ હિંમત ન તોડી શકી! હોમગાર્ડ બનવા સાડીના છેડા બાંધી રસ્તા પર દોડી માતા જુઓ વાયરલ વીડિયો
UP BJP Crisis ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપે આપ્યું રાજીનામું, મેનકા ગાંધી પર લગાવ્યા ગંભીર આરોપો
Rahul Gandhi Detained Thrice રાહુલ ગાંધીએ 48માંથી 14 કલાક રસ્તા પર વિતાવ્યા જમીન પર બેસીને ભોજન લીધું, 3 વખત અટકાયત; છેલ્લા 3 વર્ષમાં સૌથી આક્રમક અંદાજ
Exit mobile version