Site icon

રાહુલ ગાંધી ઉવાચઃ બાળકોની પરીક્ષા રદ કરો. જાણો શું દલીલ કરી.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 જુલાઈ 2020

દેશભરમાં કોવિડ-19 કેસો વધતાં ચકચાર મચી હોવા છતાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા સપ્ટેમ્બરમાં કોલેજોનાં અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવાની જાહેરાત સામે કોંગ્રેસે 'સ્પીક-અપ' અભિયાન શરૂ કર્યું છે. શુક્રવારે કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓએ વીડિયો સંદેશાઓ બહાર પાડી યુજીસી અને કેન્દ્રને શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ તરફથી વરોધ કરવામાં આવ્યો છે અને આઈઆઈટી દ્વારા જે કરાયું છે તેના પરથી શીખ લેવાની માંગ કરી છે.. તેઓએ માંગણી કરી હતી કે, વિદ્યાર્થીઓને ભૂતકાળની પરીક્ષાઓના પ્રદર્શનના આધારે બઢતી આપવામાં આવે.

બીજી બાજુ કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધીએ પણ પોતાનો વિડિયો સંદેશો જારી કરી કહ્યું "કોરોનાના રોગચાળા દરમિયાન પરીક્ષાઓ કરવી તે ખૂબ જ અન્યાયી છે. યુજીસીએ વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોનો અવાજ સાંભળવો આવશ્યક છે. ભૂતકાળના પ્રદર્શનના આધારે પરીક્ષાઓ રદ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને બઢતી આપવામાં આવે, ”રાહુલ ગાંધીએ કહ્યું. “કોરોનાએ ઘણા લોકોને નુકસાન પહોંચાડ્યું છે. શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓમાં અમારા વિદ્યાર્થીઓ સંઘર્ષ કરી રહ્યા છે અને પરીક્ષા દરમ્યાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થતા તેઓના ભવિષ્ય સાથે છેડા કરવા જેવું થશે આથી જે રીતે આઇ.આઇ.ટી એ પરીક્ષા રદ્દ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે, તેનું અનુકરણ UGC એ કરવુ જોઈએ એમ તેમણે ઉમેર્યું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version