ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી સપ્તાહની શરૂઆતમાં લોકસભામાં બજેટ રજૂ કરવાના છે.
સામાન્ય રીતે બજેટ પ્રિન્ટિંગ નું કામ હલવા સેરેમની સાથે શરૂ થાય છે.
જોકે આ વખતે હલવા સેરેમનીનુ આયોજન થયુ નથી, બજેટની તૈયારીમાં લાગેલા લોકોને હલવાની જગ્યાએ મિઠાઈઓ આપવામાં આવી છે.
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બજેટ પેપરલેસ રહેવાનુ છે, લોકસભાના તમામ સદસ્યો સહિત અન્ય તમામ લોકોને બજેટની ડિજિટલ કોપી આપવામાં આવશે.