Site icon

Amit Shah Kendriya Hindi Samiti: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘કેન્દ્રીય હિન્દી સમિતિ’ બેઠકની કરી અધ્યક્ષતા, હિન્દીને સશક્ત બનાવવા હાથ ધરવામાં આવી આ પહેલો.

Amit Shah Kendriya Hindi Samiti: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘કેન્દ્રીય હિન્દી સમિતિ’ની 32મી બેઠકની અધ્યક્ષતા કરી. આગામી પાંચ વર્ષમાં ‘હિન્દી શબ્દસિંધુ’ શબ્દકોશ વિશ્વનો સૌથી મોટો અને સૌથી વ્યાપક શબ્દકોશ બની જશે. મોદી સરકારનો કાર્યકાળ ભારતીય ભાષાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે ગૌરવપૂર્ણ સમયગાળો છે. વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં 11 શાસ્ત્રીય ભાષાઓ છે.હિન્દીને સશક્ત બનાવવા માટે છેલ્લાં પાંચ વર્ષમાં હાથ ધરવામાં આવેલી ત્રણ મુખ્ય પહેલો છે હિન્દી શબ્દસિંધુ શબ્દકોશની રચના, ભારતીય ભાષા ઔનબગગની સ્થાપના અને દેશના વિવિધ ભાગોમાં રાજભાષા સંમેલનનું આયોજન

Union Home Minister Amit Shah chaired the 32nd meeting of the Kendriya Hindi Samiti

Union Home Minister Amit Shah chaired the 32nd meeting of the Kendriya Hindi Samiti

News Continuous Bureau | Mumbai

Amit Shah Kendriya Hindi Samiti: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘કેન્દ્રીય હિંદી સમિતિ’ની 32મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય હિન્દી સમિતિ’ એ સર્વોચ્ચ સંસ્થા છે જે હિન્દી ભાષાના વિકાસ અને પ્રમોશન માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે. 

Join Our WhatsApp Community

ગૃહ મંત્રીએ ( Amit Shah ) પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ભાષાઓનાં સંરક્ષણ, સંવર્ધન અને વિસ્તૃત ઉપયોગ માટે અનેક પહેલો હાથ ધરી છે, જેણે વર્ષ 2014થી વર્ષ 2024 સુધીનો સમયગાળો ભારતીય ભાષાઓનાં ( Indian languages ) સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત યુગ બનાવ્યો છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વધુ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમણે પ્રકાશ પાડ્યો કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં 11 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ તરીકે માન્યતા આપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ( Amit Shah Kendriya Hindi Samiti ) કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ હિન્દીમાં દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના વિચારો વ્યક્ત કરીને હિન્દીનું મહત્વ વધાર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય ભાષાઓમાં ઇજનેરી, તબીબી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની પ્રાપ્યતાએ દેશની તમામ ભાષાઓના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ ભારતમાં ભાષા વિકાસની દિશામાં પ્રેરક પરિવર્તન છે, જેનો ઉદ્દેશ રાષ્ટ્રની સંભવિતતાનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે. તેમણે કહ્યું હતું કે, જો આપણે આપણાં બાળકો અને યુવાનોની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ દેશનાં વિકાસ માટે કરવા ઇચ્છતાં હોઈએ, તો તેઓ તેમની માતૃભાષામાં અભ્યાસ કરે, તેનું વિશ્લેષણ કરે અને નિર્ણયો લે તે જરૂરી છે. શ્રી શાહે ઉલ્લેખ કર્યો હતો કે, ‘કેન્દ્રીય હિંદી સમિતિ’નો ઉદ્દેશ હિંદીનો વિકાસ કરવાનો, હિંદી સાહિત્યનું સંરક્ષણ કરવાનો અને તેને દેશની લિન્ક લેંગ્વેજ તરીકે સ્થાપિત કરવાનો છે.

અમિત શાહે નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં પાંચ વર્ષમાં હિન્દીને ( Kendriya Hindi Samiti ) સશક્ત બનાવવા માટે ત્રણ મુખ્ય પહેલો હાથ ધરવામાં આવી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્રથમ મોટી પહેલ હિંદી શબ્દસિંધુ શબ્દકોશની રચના છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી પાંચ વર્ષની અંદર શબ્દસિંધુ દુનિયાનો સૌથી વ્યાપક શબ્દકોશ બની જશે. અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય ભાષા ઔનભાગ (ભારતીય ભાષા વિભાગ)ની સ્થાપના એ બીજી મહત્ત્વપૂર્ણ પહેલ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આપણે તમામ ભારતીય ભાષાઓને મજબૂત નહીં કરીએ, ત્યાં સુધી આપણે પ્રગતિ ન કરી શકીએ. તેમણે નોંધ્યું હતું કે, આ વિભાગે અનુવાદ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનાં પ્રયાસો શરૂ કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, ત્રીજી મોટી પહેલ દેશનાં વિવિધ વિસ્તારોમાં સત્તાવાર ભાષા પરિષદનું આયોજન કરવાની છે, જેનાથી સત્તાવાર ભાષાનાં મહત્ત્વને સમજવામાં સરળતા રહેશે.

આ સમાચાર પણ વાંચો: PM Modi Canada: PM મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની કરી સખત નિંદા, ભારતના અડગ સંકલ્પ પર મુક્યો ભાર.

શ્રી અમિત શાહે હિન્દીને ( Hindi ) મજબૂત કરવા માટે બે મુખ્ય પહેલો હાથ ધરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રથમ હિન્દી સાહિત્યના વિકાસ, જાળવણી અને દીર્ધાયુષ્ય અને તેના વિવિધ વ્યાકરણના સ્વરૂપો માટે લાંબા ગાળાની નીતિ વિકસાવવાની છે. તેમણે જણાવ્યું હતું કે, આની સાથે સાથે, તમામ આધુનિક શિક્ષણ અભ્યાસક્રમોને હિન્દી અને અન્ય તમામ ભારતીય ભાષાઓમાં અનુવાદિત કરવા પણ જરૂરી છે. ગૃહ પ્રધાને હિન્દીને સાર્વત્રિક રૂપે સ્વીકૃત અને લવચીક બનાવવા પર પણ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા, શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, કાયદા અને ન્યાય રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન, ઓડિશાનાં મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી, સત્તાવાર ભાષા પર સંસદીય સમિતિનાં ઉપાધ્યક્ષ શ્રી ભર્તૃહરિ મહતાબ, ઉપસ્થિત રહ્યાં હતાં.  સત્તાવાર ભાષા અંગેની સંસદીય સમિતિની ત્રણ પેટા સમિતિઓના કન્વીનરો, સત્તાવાર ભાષા વિભાગના સચિવ શ્રીમતી અંશુલી આર્ય અને સંયુક્ત સચિવ ડો.મીનાક્ષી જોલી.

કેન્દ્રીય હિન્દી સમિતિ’ એ સર્વોચ્ચ સંસ્થા છે જે હિન્દીના પ્રમોશન અને પ્રગતિશીલ ઉપયોગ માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે. સમિતિની ભૂમિકા હિંદીના વિકાસ અને સંવર્ધન માટે ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાર્ય અને કાર્યક્રમોનું સંકલન કરવાની છે. સમિતિ પાસે પેટા-સમિતિઓની નિમણૂક કરવાની અને તેની કામગીરીમાં સહાય કરવા માટે જરૂરી વધારાના સભ્યોની પસંદગી કરવાની સત્તા છે. સમિતિનો કાર્યકાળ સામાન્ય રીતે ત્રણ વર્ષનો હોય છે. વર્તમાન સમિતિનું પુનર્ગઠન 9 નવેમ્બર, 2021 ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ‘કેન્દ્રીય હિંદી સમિતિ’માં 9 કેન્દ્રીય મંત્રીઓ, 6 મુખ્યમંત્રીઓ, સત્તાવાર ભાષા પર સંસદીય સમિતિના ઉપાધ્યક્ષ અને ત્રણ સંયોજકો સામેલ છે, જેમાં કુલ 21 સભ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

આ સમાચાર પણ વાંચો:  By election Date changed : યુપી, પંજાબ, કેરળ પેટાચૂંટણીની તારીખ બદલાઈ, 14 બેઠકો પર હવે 13ને બદલે 20 નવેમ્બરે થશે મતદાન.. જાણો કારણ..

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version