Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં મણિપુરની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર મણિપુરમાં તમામ નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. શ્રી અમિત શાહે મણિપુરમાં શાંતિ અને સુલેહ-શાંતિ પુનઃસ્થાપિત કરવા કેન્દ્રીય દળોની વ્યૂહાત્મક તૈનાતી પર ભાર મૂક્યો હતો, કહ્યું હતું કે, જરૂર પડ્યે દળોમાં વધારો કરવામાં આવશે. ગૃહ મંત્રીએ રાહત શિબિરોની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી અને ખોરાક, પાણી, દવાઓ અને અન્ય મૂળભૂત સુવિધાઓની યોગ્ય ઉપલબ્ધતાના નિર્દેશ આપ્યા હતા. ગૃહ મંત્રીએ હિંસા કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો. શ્રી અમિત શાહે મણિપુરનાં મુખ્ય સચિવને વિસ્થાપિતો માટે ઉચિત સ્વાસ્થ્ય અને શૈક્ષણિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા તથા તેમનાં પુનર્વસનની સૂચના આપી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ગૃહ મંત્રાલય બંને જૂથો, મૈઈતેઈ અને કુકી લોકો સાથે વાત કરશે, જેથી વહેલી તકે વંશીય વિભાજનને દૂર કરી શકાય

Union Home Minister Shri Amit Shah chaired a high-level meeting to review the security situation in Manipur in New Delhi.

News Continuous Bureau | Mumbai 

 Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં મણિપુરમાં ( Manipur ) સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના ડિરેક્ટર, ચીફ ઓફ આર્મી સ્ટાફ (ડેઝિગ્નેટેડ) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર, આસામ રાઇફલ્સના ડિરેક્ટર જનરલ, મુખ્ય સચિવ, મણિપુરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અને સેના અને ગૃહ મંત્રાલય (એમએચએ)ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Join Our WhatsApp Community

 કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની ( Manipur Security ) સંપૂર્ણ સમીક્ષા કરી હતી અને મણિપુરમાં હિંસાની ( Manipur violence ) વધુ કોઈ ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. ગૃહ મંત્રીએ મણિપુરમાં શાંતિ અને સુલેહની પુન:સ્થાપના માટે કેન્દ્રીય દળોની વ્યૂહાત્મક તૈનાતી પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જરૂર પડ્યે દળોમાં વધારો કરવામાં આવશે. ગૃહ મંત્રીએ વધુમાં નિર્દેશ આપ્યો કે હિંસાના ગુનેગારો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જ જોઇએ.

Union Home Minister Shri Amit Shah chaired a high-level meeting to review the security situation in Manipur in New Delhi.

Union Home Minister Shri Amit Shah chaired a high-level meeting to review the security situation in Manipur in New Delhi.

 કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર ( Central Government ) મણિપુરનાં તમામ નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે.. શ્રી અમિત શાહે રાહત શિબિરોમાં ખાસ કરીને ખાદ્યાન્ન, પાણી, દવાઓ અને અન્ય મૂળભૂત સુવિધાઓની ઉચિત ઉપલબ્ધતાનાં સંબંધમાં સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. ગૃહ મંત્રીએ મણિપુરના મુખ્ય સચિવને વિસ્થાપિતો માટે યોગ્ય આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓ અને તેમના પુનર્વસનની ખાતરી કરવા સૂચના આપી હતી.

આ સમાચાર   પણ વાંચો :  Lonavala : લોનાવલા માં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, વાતાવરણ બન્યું આહલાદક; જુઓ સુંદર નજારો..

ગૃહ મંત્રીએ ( Home Minister ) હાલમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષનું સમાધાન કરવા સંકલિત અભિગમનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગૃહ મંત્રાલય બંને જૂથો, મૈઈતેઈ અને કુકી લોકો સાથે વાત કરશે, જેથી વહેલામાં વહેલી તકે વંશીય વિભાજનને દૂર કરી શકાય. ભારત સરકાર રાજ્યમાં સુરક્ષાની સ્થિતિને મજબૂત કરવા માટે મણિપુર સરકારને સક્રિયપણે ટેકો આપી રહી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Air India: અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેસમાં થયો નવો ખુલાસો, તદ્દન નવું કારણ આવ્યું સામે
IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું
Exit mobile version