News Continuous Bureau | Mumbai
Amit Shah: ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં “વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ”ના ( Vibrant Villages Programme ) અમલીકરણની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સરહદી ગામોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. શ્રી શાહે આ સરહદી ગામોમાંથી સ્થળાંતર થતું અટકાવવા માટે સ્થાનિક રહેવાસીઓને રોજગારીની તકો પૂરી પાડવાની અને ગામડાઓ સાથે જોડાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરહદી ગામોની ( Border villages ) આસપાસ ફરજ બજાવતા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ ( CAPF ) અને સેનાએ સહકારી મંડળીઓ ( Co-operative Societies ) મારફતે સ્થાનિક કૃષિ અને હસ્તકળાનાં ઉત્પાદનોની ખરીદીને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે કહ્યું કે નજીકના ગામોના રહેવાસીઓને લાભ આપવા માટે આર્મી ( Indian Army ) અને સીએપીએફની આરોગ્ય સંભાળ સુવિધાઓ નિયમિતપણે ઉપલબ્ધ કરાવવી જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે સૌર ઊર્જા અને પવનચક્કી વગેરે જેવા ઊર્જાના અન્ય પુનઃપ્રાપ્ય સ્ત્રોતોના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ( Union Home Minister Amit Shah ) વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત સરહદી ગામોના પ્રશ્નોને વધુ સારી રીતે સમજવા માટે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો ચાલુ રાખવા સૂચના આપી હતી. અત્યાર સુધીમાં આ સરહદી ગામોમાં 6000થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4000 જેટલા સેવા વિતરણ અને જાગૃતિ શિબિરોનો સમાવેશ થાય છે. આ ગામોમાં રોજગાર સર્જન માટે ભારત સરકાર દ્વારા 600થી વધુ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠક દરમિયાન ગૃહમંત્રીએ પડતર પ્રશ્નોના નિકાલ માટે નિયમિત સમયાંતરે ઉચ્ચસ્તરે સમીક્ષા પર વિશેષ ભાર મૂક્યો હતો.

Union Home Minister Shri Amit Shah reviewed the implementation of ‘Vibrant Villages Programme’ at a high-level meeting in New Delhi.
‘વાઈબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ’ ( Amit Shah Vibrant Villages Programme ) યોજના હેઠળ 136 સરહદી ગામોને 2,420 કરોડના રુપિયાના ખર્ચે 113 ઓલ વેધર રોડ પ્રોજેક્ટના માધ્યમથી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવે છે. આ વિસ્તારોમાં 4જી કનેક્ટિવિટી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને ડિસેમ્બર 2024 સુધીમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળના તમામ ગામોને 4જી નેટવર્ક દ્વારા આવરી લેવામાં આવશે. આ તમામ ગામોમાં નાણાકીય સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરવા માટે ઉચિત પગલાં લેવામાં આવી રહ્યાં છે અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકો (આઇપીપીબી)ને પણ ત્યાં સુવિધા આપવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Attack on Donald Trump in US: 20 વર્ષના શૂટરે કર્યું હતું ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ, FBIને ટ્રમ્પ પર ગોળીબારના કેસમાં મળ્યા ઘણા મહત્વપૂર્ણ પુરાવા … જાણો વિગતે
આ વાઈબ્રન્ટ ગામોમાં વાઈબ્રેન્સી લાવવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રયાસમાં પ્રવાસન મંત્રાલય સાથે સંકલન કરીને ક્ષમતા નિર્માણ અને પ્રવાસન સાથે સંબંધિત માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ અને મહત્વાકાંક્ષી યોજના 14 ફેબ્રુઆરી, 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેમાં રૂ.4800 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, સીમા પ્રબંધન સચિવ અને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના મહાનિદેશક સહિત ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Union Home Minister Shri Amit Shah reviewed the implementation of ‘Vibrant Villages Programme’ at a high-level meeting in New Delhi.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.