News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પોતાના નિવેદનને લઇને ફરી ચર્ચામાં છે.
આ વખતે તેમણે કહ્યું કે તે ઇમાનદારીથી ઇચ્છે છે કે કોંગ્રેસ ફરીથી મજબૂત થાય.
ચૂંટણીઓમાં સતત હારી રહેલી કોંગ્રેસ ફરી મજબૂત બને અને પાર્ટીના નેતાઓ નિરાશ થઈને પાર્ટી છોડીને ન જાય.
તેમણે એમ પણ કહ્યું કે, કમજોર કોંગ્રેસનો મતલબ છે કે, ક્ષેત્રીય પાર્ટીઓ મુખ્ય વિપક્ષી પાર્ટીનું સ્થાન લઈ રહી છે જે સારા સંકેત નથી.
લોકતંત્ર સમાચાર પત્ર સમૂહ તરફથી આપવામાં આવતા પત્રકારિતા પુરસ્કારના સમારોહમાં તેમણે આ વાત કહી હતી.
આ સમાચાર પણ વાંચો : ભારતે અમેરિકાની 'સલાહ' કાને ના ધરી. તેલ બાદ હવે રશિયા પાસેથી ખરીદશે આટલા ગણો કોલસો.. જાણો વિગતે
