Site icon

મહિલાઓના અધિકારો પર SCનો ઐતિહાસિક ચુકાદો- હવે દરેક મહિલાઓને ગર્ભપાતનો હક- આ કિસ્સાઓમાં પણ અબોર્શનનો અધિકાર

News Continuous Bureau | Mumbai

દેશની વડી અદાલતે(Supreme court) આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં દેશભરની મહિલા(Women)ઓને ગર્ભપાતનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે(Supreme court) કહ્યું કે ગર્ભના 24 સપ્તાહ સુધી મહિલા વિવાહિત(Married) હોય કે સિંગલ(Single) તેને મેડિકલ રીતે ગર્ભપાત(Abortion) કરવાનો કાયદાકીય રીતે સંપૂર્ણ અધિકાર છે. 

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત(India)માં અવિવાહિત મહિલા(Unmarried Women)ઓને MTP એકટ એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (Medical Termination of Pregnancy)એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે. ગર્ભપાતના કાયદામાં વિવાહિત કે અવિવાહિત મહિલાઓ વચ્ચે કોઈ જ ભેદ રાખવામાં આવ્યો નથી. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે ગર્ભપાત(Abortion)ના કારણોમાં મેરિટલ રેપ(Marital Rap) પણ સામેલ છે. 

આ સમાચાર પણ વાંચો : નવરાત્રી ઑફર્સ- TVSનું બમ્પર ડિસ્કાઉન્ટ- 6 હજારમાં ઘરે લાવો 70 હજારની આ બાઇક- 8000નું વધારાનું ડિસ્કાઉન્ટ

આ ચુકાદાનો સીધો અર્થ છે કે હવે અવિવાહિત મહિલા(Unmarried women)ઓ ગર્ભ રહી ગયા બાદ 24 અઠવાડિયા સુધીમાં નિર્ણય લઈને ગર્ભપાત(Abortion) કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ અધિકાર વિવાહિત મહિલાઓને જ હતો. 

કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રજનનની સ્વાયત્તતા ગરિમા અને ગોપનિયતાના અધિકાર હેઠળ, એક અવિવાહિત મહિલાને પણ વિવાહિત મહિલાની માફક જ હક છે કે તે બાળકને જન્મ આપે કે નહીં 

આ સમાચાર પણ વાંચો : દેશની ટોચની વધુ એક રિટેલ ચેન કંપનીને રિલાયન્સ અધિગ્રહણ કરશે -દિવાળી સુધીમાં પાર પડશે સોદો- જાણો કેટલા થશે ડીલ

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version